Entertainment

રૂ.4000 કરોડની 'રામાયણ'માં રાજા જનક બનશે આ અભિનેતા: સાઈ પલ્લવીના પિતાનો રોલ મળ્યો!

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
નિર્માતા નમિત મલ્હોત્રાની 4000 કરોડના બજેટવાળી ફિલ્મ 'રામાયણ'માં રાજા જનકનો રોલ ટીવી એક્ટર રાજીવ કુમાર નિભાવશે. તેઓ માતા સીતા (સાઈ પલ્લવી)ના પિતા બનશે. રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ અભિનીત આ ફિલ્મનો પહેલો ભાગ 8 નવેમ્બરે દિવાળી પર રિલીઝ થશે, જ્યારે બીજો ભાગ આવતા વર્ષે દિવાળી પર આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રૂ.4000 કરોડની 'રામાયણ'માં રાજા જનક બનશે આ અભિનેતા: સાઈ પલ્લવીના પિતાનો રોલ મળ્યો!

Film Ramayana: નિર્માતા નમિત મલ્હોત્રાની 4000 કરોડના મોટા બજેટમાં બનનારી ફિલ્મ રામાયણ છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. ખાસ કરીને રામાયણ પાર્ટ-1 (Ramayana Part-1)ની કાસ્ટને લઈને અવારનવાર કોઈને કોઈ નવા સમાચાર સામે આવતા રહે છે.

હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, રામાયણમાં રાજા જનકનો રોલ નિભાવનારા અભિનેતાની જાણકારી સામે આવી ગઈ છે, જે ટીવી ઇન્ડસ્ટ્રીનો એક મોટો એક્ટર છે. તે કલાકાર મોટા પડદા પર માતા સીતા (એક્ટ્રેસ સાઈ પલ્લવી)ના પિતાની ભૂમિકામાં નજર આવશે.

રામાયણમાં રાજા જનક બનશે આ એક્ટર

માઈથોલોજિકલ રામાયણને લઈને ફેન્સમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તેની કાસ્ટને લઈને અવારનવાર ચર્ચાઓ તેજ રહે છે. રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ જેવા દિગ્ગજ કલાકારોથી સજેલી રામાયણના વધુ એક એક્ટરનો હવે ખુલાસો થઈ ગયો છે. એક રિપોર્ટ પ્રમાણે નાના પડદાના મશહૂર કલાકાર રાજીવ કુમાર (Rajiv Kumar) તમને નિર્માતા નિતેશ તિવારીની રામાયણમાં રાજા જનકનો રોલ નિભાવતો જોવા મળશે, જેઓ માતા સીતાના પિતા હતા.

'મિલકે ભી હમ ના મિલે' અને 'કભી કભી ઈત્તેફાક સે' જેવી અનેક ટીવી સીરિયલ્સમાં પોતાની એક્ટિંગનો દમ દેખાડનારા રાજીવ કુમારના હાથે રામાયણના રૂપમાં એક મોટો પ્રોજેક્ટ હાથ લાગ્યો છે. જોકે, મેકર્સ તરફથી હજુ આની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.

રામાયણ પહેલાં પણ રાજીવ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં નજર આવી ચૂક્યો છે, જેમાં 'ધ કેરલા સ્ટોરી 2', 'ગવર્નર', 'લક્ષ્ય' અને 'સંજુ' જેવી ઘણી ફિલ્મ સામેલ છે. એટલું જ નહીં ઈમરાન હાશ્મી સ્ટારર વેબ સિરીઝ 'તસ્કરી'માં પણ રાજીવ કુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી.

દિવાળી પર આવશે રામાયણ

રણબીર કપૂર સ્ટારર રામાયણની રિલીઝની ફેન્સ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બિગ બજેટ ફિલ્મનો પહેલો ભાગ આ જ વર્ષે 8 નવેમ્બરે દિવાળી પર દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે, જ્યારે રામાયણનો બીજો પાર્ટ આવતા વર્ષે દિવાળી પર આવશે.