Entertainment

સ્ક્રિપ્ટ સારી લખાશે તો જ થ્રી ઈડિયટસની સીકવલ બનશે

By GS Team
3 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈ: રાજકુમાર હિરાણીએ 'થ્રી ઇડિયટ્સ'ની સિક્વલ બનવાના સંકેત આપ્યા છે. જો સ્ક્રિપ્ટ સારી રીતે લખાશે તો જ આમિર ખાન, શર્મન જોશી, આર. માધવન અને કરીના કપૂર જેવા કલાકારો સાથે સિક્વલ બનશે. હિરાણીએ જણાવ્યું કે તેઓ અન્ય એક વાર્તા પર કામ કરી રહ્યા હતા, જે 'થ્રી ઇડિયટ્સ'ના પાત્રોના જીવનમાં 2 દાયકા પછી શું થયું તે દર્શાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્ક્રિપ્ટ સારી લખાશે તો જ થ્રી ઈડિયટસની સીકવલ બનશે

મુંબઈ : બહુ સારી સ્ક્રિપ્ટ લખાશે તો જ 'થ્રી ઇડિયટસ'ની સીકવલ બનશે તેમ રાજકુમાર હિરાણીએ સ્પષ્ટ જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે હજુ તો સ્ક્રિપ્ટ લખાય છે.
તેમણે ફિલ્મના મૂળ કલાકારો આમિર ખાન, શર્મન જોશી, આર માધવન તથા કરીના કપૂરને રીપિટ કરવાનો પણ સંકેત આપ્યો હતો.
૬૩ વર્ષના રાજકુમાર હિરાણીએ જણાવ્યું હતું કે તેઓ તેમની ટીમ સાથે અન્ય એક સ્ટોરી પર કામ કરી રહ્યા હતા ત્યારે સમજાયું કે આ વાત 'થ્રી ઇડિયટ્સ'ના પાત્રો ના જીવન સાથે ફીટ બેસે તેમ છે.
હિરાણીએ જણાવ્યું હતું કે અભી જો લિખ રહા હું વોહ ભી નહીં સોચા કી સિક્વલ કે હિસાબ સે લિખ રહા હું. હમ કોઇ ઔર કહાની લિખ રહે થે ફિર ઐસા લગા કી જો લિખ દી હૈ વો ઇસ સેકન્ડ પાર્ટ પર ફીટ હો જાયેગી.
રાજકુમાર હિરાણીએ જણાવ્યું હતું કે સંભવિત સિક્વલમાં 'થ્રી ઇડિયટ્સ'ના પાત્રોના જીવનમાં બે દાયકા બાદ શું બન્યું તે જણાવવામાં આવશે. હિરાણીએ ફોડ પાડી જણાવ્યું હતું કે મને ખાતરી થશે કે સ્ટોરી ચાલે તેવી છે તો જ સિક્વલ બનશે. હિરાણીએ જણાવ્યું હતું કે 'મુન્નાભાઇ એમબીબીએસ' બાદ આવી જ રીતે એક સ્ટોરી પર કામ કરતાં લાગ્યુ કે પ્લોટ મુન્નાભાઇને ફીટ થાય તેમ છે ત્યારે સિક્વલ 'લગે રહો મુન્નાભાઇ' બનાવવામાં આવી હતી.