'હિન્દુ ધર્મમાં કોઈ ખામી નહોતી...' ટ્રોલર્સના સવાલ પર રાખી સાવંતે ધર્મ બદલવા અંગે મૌન તોડ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rakhi Sawant On Converting To Islam: બોલિવૂડની 'ડ્રામા ક્વીન' રાખી સાવંત (Rakhi Sawant) અવારનવાર તેની પર્સનલ લાઈફ અને વિવાદોને કારણે લાઈમલાઈટમાં રહે છે. બે લગ્ન તૂટ્યા પછી પણ રાખીનો દરેક અંદાજ ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની જાય છે. રાખીના બીજા લગ્ન દરમિયાન ધર્મ પરિવર્તન કરવા બદલ જ્યારે ટ્રોલ્સે તેના પર તીખા સવાલો કર્યા, ત્યારે રાખીએ આ અંગે ખુલ્લીને પોતાનું મૌન તોડ્યું. આવો જાણીએ કે હિન્દુ ધર્મ છોડીને ઈસ્લામ અપનાવવા અંગે રાખી સાવંતે શું જડબાતોડ જવાબ આપ્યો છે.
સોશિયલ મીડિયા પર રાખી સાવંતનો એક નવો વીડિયો વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેને પૂછવામાં આવ્યું કે 'હિન્દુ ધર્મમાં એવી શું ખામી હતી કે તમે ધર્મ બદલી નાખ્યો?' આ સીધા સવાલ પર કોઈ પણ હિચકિચાટ વગર રાખીએ બેબાક અંદાજમાં જવાબ આપ્યો અને ટ્રોલ્સની બોલતી બંધ કરી દીધી.
હિન્દુ ધર્મમાં કોઈ ખામી નહોતી
રાખીએ પાપરાઝીને કહ્યું કે, 'હિન્દુ ધર્મમાં ક્યારેય કોઈ ખામી નહોતી અને હોઈ પણ ન શકે. મેં મુસ્લિમ સાથે લગ્ન કર્યા હતા, નિકાહ કર્યા હતા અને જ્યારે તમે નિકાહ કરો છો ત્યારે ઈસ્લામ કબૂલ કરો છો. હું પોતાને ખૂબ નસીબદાર માનું છું કે મને મક્કા-મદીનાનો બુલાવો આવ્યો.
તલાક બાદ પણ માને છે ઈસ્લામ
આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન તૂટ્યા છતાં રાખી આજે પણ પોતાને ઈસ્લામ સાથે જોડાયેલી માને છે. તે શિદ્દતથી અલ્લાહમાં વિશ્વાસ રાખે છે અને કેટલીક વાર મક્કા-મદીના ઉમરાહ કરવા પણ જઈ ચૂકી છે, જેની તસવીરો અને વીડિયો તેણે પોતાના ફેન્સ સાથે શેર કર્યા હતા.
આદિલ ખાન દુર્રાની સાથે ખૂબ ખરાબ ઝઘડો થયો હતો
રાખી સાવંત અને આદિલ ખાન દુર્રાનીનું સેપરેશન પણ ભારે વિવાદોમાં રહ્યું હતું. બંનેએ એકબીજા પર સોશિયલ મીડિયા અને મીડિયા સમક્ષ જોરદાર કીચડ ઉછાળ્યું હતું. રાખીએ આદિલ પર મારપીટ, છેતરપિંડી અને પૈસાની હેરાફેરી જેવા અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા, જેના પછી આદિલને જેલ પણ જવું પડ્યું હતું.
બે લગ્ન બાદ હવે છે સિંગલ
રાખી સાવંતની લવ લાઈફ હંમેશાં ભારે ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. રિતેશ બાદ આદિલ ખાન સાથે પણ સંબંધનો અંત આવ્યા બાદ હવે રાખી સિંગલ છે. જોકે, તે પોતાના બોલ્ડ અંદાજ અને બેબાક નિવેદનોના જોરે ઈન્ટરનેટ પર ફેન્સનું મનોરંજન કરતી રહે છે.




