Entertainment

નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ શ્રીકાન્તના સર્જકો રગડા 25 ફિલ્મ બનાવશે

By GS Team
29 Sep 20261 min read
TukuTouch Logo
'શ્રીકાંત' ફિલ્મના નિર્માતાઓએ ભારતીય લશ્કરની પ્રથમ મહિલા બેચ પર 'રગડા 25' ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. ચેન્નાઈમાં એક જ સ્થળે તેનું શૂટિંગ થશે. આ ફિલ્મ 25 મહિલાઓના સૈન્યમાં જોડાવાના સ્વપ્ન અને પડકારો દર્શાવશે. લશ્કરે પટકથાને મંજૂરી આપી દીધી છે, અને મુખ્ય અભિનેત્રીની પસંદગી થતાં જ નિર્માણ શરૂ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ શ્રીકાન્તના સર્જકો રગડા 25 ફિલ્મ બનાવશે
  • ઇન્ડિયન આર્મીની પ્રથમ મહિલા બેચ વિશે ફિલ્મ બનશે
  • મુખ્ય હિરોઇન નક્કી થતાં જ ચેન્નાઇમાં એક જ સ્થળે આખી ફિલ્મનું શૂટિંગ કરી લેવામાં આવશે

મુંબઇ : ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ હિન્દી ફિચર ફિલ્મનો એવોર્ડ જીતનારી 'શ્રીકાન્ત' ફિલ્મના નિર્માતાઓએ ભારતીય લશ્કરમાં ભરતી થનારી પ્રથમ મહિલા બેચ વિશે 'રગડા ૨૫' નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.
આ ફિલ્મ બિનઅનુભવી ૨૫ મહિલાઓ વિશે છે જે લશ્કરમાં જોડાવાનું સ્વપ્ન જુએ છે. આ પ્રયોગાત્મક બેચમાં શરત રખાઇ હતી કે એકપણ મહિલા નિષ્ફળ જશે તો મહિલાઓ માટે લશ્કરમાં જોડાવાના દરવાજા કાયમ માટે બંધ થઇ જશે.
આ બેચમાં પ્રથમ આવેલી અંજના ભદોરિયા પાસેથી લાઇફ રાઇટ્સ મેળવી લેવામાં આવ્યા છે. લશ્કરે આ ફિલ્મની પટકથાને મંજૂરી આપી દીધી છે. કાસ્ટિંગ પણ એક મુખ્ય હિરોઇનને બાદ કરતાં નક્કી થઇ ગયું છે.
મુખ્ય હિરોઇન નક્કી થતાં જ ચેન્નાઇમાં એક જ સ્થળે આ ફિલ્મનું શૂટિંગ કરી લેવામાં આવશે.
બીજી બે બાયોપિક પર પઁણ કામ ચાલી રહ્યું છે તેમ પ્રોડયુસર તુષાર હિરાનંદાની તથા નિધિ પરમારે જાહેર કર્યું હતું.