Dhurandhar Film Collection : 'ધુરંધર' ફિલ્મે પોતાના નામે વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 'ધુરંધર' ફિલ્મ વર્ષ 2025ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. અગાઉ આ રેકોર્ડ વિકી કૌશલની ફિલ્મ 'છાવા'ને નામે હતો, પરંતુ હવે 'ધુરંધર'એ 'છાવા'ને પાછળ છોડી દીધુ છે. 'ધુરંધર'નું કલેક્શન રૂ. 600 કરોડને પાર થયું છે. ચાલો બંને ફિલ્મની કમાણી અંગે જાણકારી મેળવીએ.
'ધુરંધર' 5 ડિસેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મના 20 દિવસ પૂરા થયા છે. એક રિપોર્ટ મુજબ, 20માં દિવસે 'ધુરંધર'એ રાત્રે 9 વાગ્યા સુધી 15.35 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે 'ધુરંધર' ફિલ્મની કમાણી કુલ 604.85 કરોડને પાર પહોંચી છે.
'ધુરંધર'નું 20 દિવસનું કલેક્શન
પહેલા અઠવાડિયાનું કલેક્શન - 207.25 કરોડ
બીજા અઠવાડિયાનું કલેક્શન - 253.25 કરોડ
દિવસ 15 - 22.5 કરોડ
દિવસ 16 - 34.25 કરોડ
દિવસ 17 - 38.5 કરોડ
દિવસ 18 - 16.5 કરોડ
દિવસ 19 - 17.25 કરોડ
દિવસ 20 - 15.35 કરોડ
કુલ કમાણી - રૂ.604.85 કરોડ
આ પણ વાંચો: રિલીઝના 17 જ દિવસમાં ‘ધુરંધર’નો નવો રેકોર્ડ, 'એનિમલ' યાદીમાંથી બહાર
છાવા Vs ધુરંધર
વિકી કૌશલની છાવા ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસમાં કુલ 601.54 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે રણવીરસિંહની 'ધુરંધર'એ 604.85 કરોડ રૂપિયાની કમાણી કરીને છાવાને પાછળ કરી દીધી છે. આટલું જ નહીં, ધુરંધર ફિલ્મે વર્ષ 2025ની સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.


