Entertainment

કરીના કપૂરની ફિલ્મ The Buckingham Murdersનું ધમાકેદાર ટીઝર રિલીઝ

By GS Team
20 Aug 20242 mins read
This article was originally published on 20 Aug 2024
TukuTouch Logo
કરીના કપૂર ખાનની આગામી ફિલ્મ ' The Buckingham'નું ટીઝર 20 ઓગસ્ટ, મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું છે. અભિનેત્રીએ રક્ષાબંધનના અવસર પર પોસ્ટર શેર કરીને ટીઝર રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. કરીના કપૂર ખાને તેના સોશિયલ મીડિયા પર આગામી ફિલ્મનું ટીઝર શેર કર્યુ છે.ટીઝર સસ્પેન્સ અને રોમાંચથી ભરપૂર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કરીના કપૂરની ફિલ્મ The Buckingham Murdersનું  ધમાકેદાર ટીઝર રિલીઝ

Image:Twitter 

The Buckingham Murders Teaser: કરીના કપૂર ખાનની આગામી ફિલ્મ ' The Buckingham'નું ટીઝર 20 ઓગસ્ટ, મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું છે. અભિનેત્રીએ રક્ષાબંધનના અવસર પર પોસ્ટર શેર કરીને ટીઝર રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. હવે કરીના કપૂર ખાને તેના સોશિયલ મીડિયા પર આગામી ફિલ્મનું ટીઝર શેર કર્યુ છે. આ ફિલ્મનું ટીઝર સસ્પેન્સ અને રોમાંચથી ભરપૂર છે.

આ ફિલ્મને પ્રખ્યાત નિર્દેશક હંસલ મહેતાએ ડિરેક્ટ કરી છે. The Buckingham દ્વારા કરીના દર્શકો સમક્ષ પોતાની એક અલગ ઈમેજ રજૂ કરશે. કરીના કપૂર ખાન અને એકતા કપૂર ' The Buckingham' દ્વારા ફરી સાથે આવી રહ્યાં છે. એકતા આ ફિલ્મની નિર્માતા છે. આ વર્ષની શરૂઆતમાં કરીનાએ એકતા કપૂરની ફિલ્મ 'ક્રુ'માં પણ કામ કર્યું હતું. 'ધ બકિંગહામ મર્ડર્સ'ની વાત કરીએ તો આ ફિલ્મમાં કરીના પોલીસ ઓફિસર જસમીત ભામરાના રોલમાં જોવા મળશે. તે The Buckinghamમાં મર્ડર થયેલ એક બાળકના કેસને ઉકેલતી જોવા મળશે.

કરીનાનું પાત્ર હોલીવુડ અભિનેત્રી કેટ વિન્સલેટના રોલથી પ્રેરિત 

કરીનાનું પાત્ર 'મેયર ઓફ ઈસ્ટટાઉન'માં હોલીવુડની એકટ્રેસ કેટ વિન્સલેટના પાત્ર સાથે મેળ ખાય છે. કરીનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'મને મેયર ઓફ ઈસ્ટટાઉન પસંદ છે અને જ્યારે હંસલ મારી પાસે આવ્યો ત્યારે મેં કહ્યું કે, આ કંઈક એવુ છે જે હું હંમેશાથી કરવા માંગતી હતી.'

The Buckingham Murders શરૂઆતમાં 2023માં રિલીઝ થવાની હતી પરંતુ હવે આ ફિલ્મ 13 સપ્ટેમ્બર 2024ના રોજ સીધી સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

આ પણ વાંચો: બોલિવૂડના જાણીતા અભિનેતાના નિધનની અફવા ફેલાઈ, કહ્યું- હું જીવિત, ખુશ અને સ્વસ્થ છું...