Entertainment

શ્રીદેવીની સંપત્તિ મામલે બોની કપૂર તથા પુત્રીઓને સુપ્રીમ કોર્ટની નોટીસ

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
શ્રીદેવી અને તેમની બહેને 1988માં ચેન્નાઈમાં ખરીદેલી 4.70 એકર જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટે બોની કપૂર અને પુત્રીઓને નોટિસ પાઠવી છે. અરજદાર એમ.સી. શિવકામીએ દાવો કર્યો છે કે આ સંપત્તિ બનાવટી વેચાણખત દ્વારા ખરીદાઈ હતી અને તેઓ વારસદાર છે. બોની કપૂરે આ કાનુની પ્રક્રિયાને જમીન હડપવાનો કારસો ગણાવ્યો છે. આગામી સુનાવણી 18 ડિસેમ્બર 2026ના રોજ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રીદેવીની સંપત્તિ મામલે બોની કપૂર તથા પુત્રીઓને સુપ્રીમ કોર્ટની નોટીસ
  • કાનુની પ્રક્રિયાની આડશમાં સંપત્તિ હડપ થશે?
  • શ્રીદેવી અને તેની બહેને સંપત્તિ બનાવટી વેચાણખત દ્વારા ખરીદી હોવાનો અરજદારનો દાવો

નવી દિલ્હી : શ્રી દેવી અને તેની બહેને ૧૯૮૮માં ચેન્નાઇમાં ઇસ્ટ કોસ્ટ રોડ નજીક ખરીદેલી ૪.૭૦ એકર જમીન પર આવેલી સંપત્તિને મામલે સુપ્રીમ કોર્ટે સ્થિતિને યથાવત જાળવી રાખવા જણાવતી નોટીસ બોની કપૂર તથા તેની પુત્રીઓ જાહ્નવી અને ખુશી કપૂરને પાઠવી છે.
આ મામલે હવે ૧૮ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે. આગામી સુનાવણી પૂર્વે બંને પક્ષોને સમાધાન કરી લેવાની સૂચના આપવામાં આવી છે.
અરજદાર એમસી શિવકામી અને તેના ભાઇ એમસી નટરાજને તેમની માતા ચન્દ્રભાનુ સાથે મળી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી આ સંપત્તિમાં ભાગ માંગ્યો છે. તેમણે શ્રીદેવી અને તેની બહેને જે વેચાણખત દ્વારા સંપત્તિ ખરીદી હતી તેને રદબાતલ જાહેર કરવાની માંગણી કરી છે.
તેમનો દાવો છે કે આ વેચાણમાં છેતરપિંડી આચરવામાં આવી છે અને આ જમીન તેંમના દાદાની માલિકીની હોઇ તે વારસદાર તરીકે તેમની પણ છે.
અરજદાર સામે બોની કપૂર અને પુત્રીઓએ કરેલી અરજીને ધ્યાનમાં લઇ અરજદારની માંગણી ચેન્નાઇ હાઇકોર્ટે ફગાવી દેતાં મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. બોની કપૂરની દલીલ અનુસાર અરજદારનો દાવો ટકી શકેે તેમ નથી કેમ કે ચન્દ્રભાનુના લગ્ન પૂર્વે તેમના પતિ એમસી ચન્દ્રશેખરને કરેલાં પહેલાં લગ્નની વિગતો દબાવી રાખવામાં આવી હતી. આમ, આ કાનુની પ્રક્રિયાનો દુરૂપયોગ કરી જમીન હડપવાનો કારસો છે. વળી વેચાણખત થયાના ૪૦ વર્ષ બાદ છેક ૨૦૨૩માં આ દાવો નોંધાવવામાં આવ્યો છે તે પણ અવિશ્વસનીય છે.