Entertainment

સની હવે નિખિલ નાગેશ સાથે ફિલ્મ કરશે : ઓક્ટોબરથી શૂટિંગ

By GS Team
12 Apr 20261 min read
સની હવે નિખિલ નાગેશ સાથે ફિલ્મ કરશે : ઓક્ટોબરથી શૂટિંગ

- સાથેસાથે અભિનેતાની જાટ ટુની તૈયારીની પણ પોસ્ટ

મુંબઇ : સની દેઓલ એક પછી એક ફિલ્મો સાઇન કરતો જાય છે. તેની આગામી ફિલ્મ નિખિલ નાગેશ ભટ્ટ સાથેની હશે. જેનું ટાઇટલ લખન હશે અને આ એક જબરદસ્ત એકશન ફિલ્મ બનશે. જેનું શૂટિંગ ઓકટોબર મહિનાથી શરૂ કરવાની યોજના છે. સની દેઓલ આ ફિલ્મ તે પોતાની સિગ્નેચર સ્ટાઇલથી જોવા મળશે.

રિપોર્ટના અનુસાર, ફિલ્મસર્જકે હવે તૈયારી શરૂ કરી દીધી છે. ફિલ્મનું સ્ક્રિપ્ટિંગ, એકશન ડિઝાઇન અને પ્રી-પ્રોડકશન તેજીથી ચાલી રહ્યું છે. આ એક મોટા પાય પરની એકશન એન્ટરટેનર ફિલ્મ  બનશે. સાથેસાથે સની દેઓલે પોતાની જાટ ટુની તૈયારી પણ થઇ રહી હોવાનું સોશયલ મીડિયા પર આડકતરી રીતે શેર કર્યું છે. તેણે શેર કરતાં લખ્યું હતું કે, લાગેેછે કે, જાટ ટુનો સમય થઇ ગયો છે. જાટ ટુના ડેવલપમેન્ટ વિશે જલદી જ સમાચાર મળશે. સોશયલ  મીડિયાના યુઝર્સો સની દેઓલની આ પોસ્ટથી ઉત્સાહમાં આવી ગયા છે.