Entertainment

આવું વર્તન શરમજનક કહેવાય...!, નિવૃત્તિની અટકળો વચ્ચે રોહિત-વિરાટના સમર્થનમાં ઉતરી અમીષા પટેલ

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
ઈંગ્લેન્ડ પ્રવાસે ટીમ ઈન્ડિયાની હાર અને રોહિત-કોહલીની નિવૃત્તિની અટકળો વચ્ચે બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલે રોહિત અને કોહલીના સમર્થનમાં નિવેદન આપ્યું છે. અમીષાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, "વિરાટ અને રોહિત જેવા સીનિયર સુપરસ્ટાર્સ સાથે ક્રિકેટના આ મુશ્કેલ દોરમાં જે પ્રકારનું વર્તન થઈ રહ્યું છે, તે શરમજનક છે." લોર્ડ્સમાં રમાનારી ત્રીજી વન-ડે રોહિત શર્માની છેલ્લી મેચ હોઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આવું વર્તન શરમજનક કહેવાય...!, નિવૃત્તિની અટકળો વચ્ચે રોહિત-વિરાટના સમર્થનમાં ઉતરી અમીષા પટેલ

Amisha Patel On Rohit Sharma And Virat Kohli : જ્યારથી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ છે, ત્યારથી ત્યાંથી અનેક આંચકાજનક સમાચારો સામે આવી રહ્યા છે. ટી20 મેચમાં ભારતની હાર થઈ હતી, તો વન-ડેમાં પણ ટીમ કપરી સ્થિતિનો સામે કરી રહી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ક્રિકેટ ચાહકો માટે સૌથી આંચકાજનક અહેવાલ રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિને લઈને સામે આવ્યા છે. અટકળો મુજબ, ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે લૉડ્સ મેદાનમાં રમાનારી ત્રીજી વન-ડે રોહિત શર્માની છેલ્લી મેચ હોઈ શકે છે. હવે આ મામલે બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલે રોહિત અને કોહલીના સમર્થનમાં મહત્ત્વની વાત કરી છે.

અમીષા પટેલ સીનિયર ખેલાડીઓના સમર્થનમાં

રોહિત શર્મા 2027નો વનડે વર્લ્ડ કપ નહીં રમે તેવી અટકળો અને વિરાટ-ગંભીર વચ્ચે અણબનાવના અહેવાલો વચ્ચે બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ સીનિયર ખેલાડીઓના પક્ષમાં આવી છે. અમીષાએ સોશિયલ મીડિયા પર લખ્યું, "હું લાંબા સમયથી આ બધું જોઈ રહી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સીનિયર સુપરસ્ટાર્સ સાથે ક્રિકેટના આ મુશ્કેલ દોરમાં જે પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે, તે જોઈને હું સ્તબ્ધ છું… આ ખરેખર શરમજનક કહેવાય!"

મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરાયો છે કે ટીમ મેનેજમેન્ટે હવે આગળ વધવાનું મન બનાવી લીધું છે અને લૉડ્સના ઐતિહાસિક મેદાન પર રમાનારી ત્રીજી વન-ડે રોહિત શર્માના કેરિયરની છેલ્લી મેચ હોઈ શકે છે. જોકે આ મામલે રોહિત શર્મા કે BCCIએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

વિરાટ-ગંભીર વચ્ચે વિવાદ?

એકતરફ રોહિતની નિવૃત્તિની અટકળો છે, તો બીજીતરફ ધુરંધર ખેલાડી વિરાટ કોહલી અને હેડ કોચ ગૌતમ ગંભીર વચ્ચે પણ બધું ઠીક ન ચાલી રહ્યું હોવાના અહેવાલો છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બંને એકબીજા સાથે બિલકુલ વાતચીત કરતા નથી.

ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડનો પ્રવાસ ભારે પડ્યો !

1… વૈભવ સૂર્યવંશી મામલે વિવાદ : ટી20 સિરીઝની શરૂઆતમાં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાં ન રાખવા બદલ પણ મોટો વિવાદ થયો હતો.
2… ટી20 સિરીઝમાં પરાજય: ટીમ ઈન્ડિયા 5 મેચની ટી20 સિરીઝમાં ચાર મેચ હારી ગઈ હતી, જ્યારે પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.
3… ગંભીર-વિરાટ અણબનાવ: પ્રવાસ દરમિયાન કોચ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચેના કથિત વિવાદે ભારે જોર પકડ્યું છે.
4… રોહિતની નિવૃત્તિની ચર્ચા: લૉડ્સમાં રમાનારી મેચ રોહિતની છેલ્લી વન-ડે હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
5… વન-ડે સિરીઝનો રોમાંચ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની વન-ડે સિરીઝ હાલ 1-1 ની બરાબરી પર છે. હવે સિરીઝ પર કબ્જો કરવા માટે ભારતે અંતિમ અને નિર્ણાયક મેચ જીતવી ખુબ જરૂરી છે.