દૂસરા ફિલ્મ સામે કોપીરાઈટ કેસમાં સૌરવ ગાંગુલીનો વિજય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ : 'દૂસરા' ફિલ્મમાં સૌરવ ગાંગુલીની સંમતિ વિના તેની પર્સનાલિટીનો કમર્શિયલ ઉપયોગ કરવા સામે દિલ્હી હાઈકોર્ટે નિર્માતાઓને કડક આદેશો આપ્યા છે. સૌરવની પોતાની અધિકૃત બાયોપિક 'દાદા' ટાઈટલ હેઠળ રજૂ થવાની છે તે સંદર્ભમાં સૌરવ અને તેની બાયોપિકના સર્જકોએ આ કાનૂની રક્ષણ મેળવ્યું હતું.
અદાલતે રમેશ દવે પ્રોડક્શન્સને 'દૂસરા' ફિલ્મની શરૃઆત અને અંતમાં હિન્દી તેમજ અંગ્રેજીમાં સ્પષ્ટ ડિસ્ક્લેમર દર્શાવવા આદેશ આપ્યો છે. ઉપરાંત બે અઠવાડિયામાં રૃા. બે કરોડની બિનશરતી બેન્ક ગેરન્ટી જમા કરાવવાનો આદેશ જારી કર્યો છે. આ શરતોનું પાલન નહિ કરવા પર ફિલ્મના ઓટીટી રીલિઝ સહિતના તમામ વ્યાવસાયિક ઉપયોગ અને પ્રસારણ પર તાત્કાલિક રોક લગાવી દેવામાં આવશે. કોર્ટે નોંધ કરી કે ૨૦૦૨ની નેટવેસ્ટ ફાઈનલ અને શર્ટ લહેરાવવાની ઘટનાઓ ગાંગુલીના વારસા સાથે અભિન્ન રીતે જોડાયેલી છે.
ગાંગુલીએ લવ ફિલ્મ્સને અધિકૃત અધિકારો સોંપ્યા હોવાથી, કોઈ અન્ય પક્ષ આવી ક્ષણોનો અનધિકૃત ઉપયોગ નહી કરી શકે. આ ચુકાદો સેલિબ્રિટીના અંગત જીવન, વિરાસત અને સ્ક્રીન રૃપાંતરણ અધિકારોના સંરક્ષણ માટે મનોરંજન જગતમાં એક સીમાચિહ્નરૃપ સાબિત થશે.




