Get The App

સોનલ ચૌહાણ દુબઈમાં, ઈશા ગુપ્તા અબુધાબીમાં ફસાઈ ગયાં

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
સોનલ ચૌહાણ દુબઈમાં, ઈશા ગુપ્તા અબુધાબીમાં ફસાઈ ગયાં 1 - image

- દુબઈનો રહીશ માધવન અમેરિકામાં અટવાયો

- કમાલ આર ખાનની પણ ઉંઘ હરામ : બંગાળની હિરોઈન શુભશ્રી ગાંગુલી પણ ફસાઈ

મુંબઈ: અમેરિકાએ ઈરાન પર હુમલો શરુ કરી દીધા બાદ ઈરાને વળતાં પગલાં તરીકે દુબઈ સહિતના અખાતી દેશોને નિશાન બનાવતાં ભારતથી અમેરિકા અને યુરોપ જવાના ફલાઈટ રુટ માટેનું મુખ્ય ટ્રાન્ઝિટ એરપોર્ટ સમાન દુબઈનું એરપોર્ટ બંધ થઈ ગયું છે. તેના કારણે હાલ દુબઈ સહિતના અખાતી દેશોમાં  પહોંચેલા અનેક ભારતીય કલાકારો પણ અટવાઈ પડયા છે. 

ઈમરાન હાશ્મી સાથે 'જન્નત' ફિલ્મમાં દેખાયેલી એકટ્રેસ સોનલ ચૌહાણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ફલાઈટસ બંધ થતાં પોતે દુબઈમાં ફસાઈ ગઈ છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જ ભારત સરકારનાં મદદ માર્ગદર્શનની માંગ કરી હતી. 

બીજી તરફ એકટ્રેસ ઈશા  ગુપ્તાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે પોતે અબુધાબીમાં અટવાઈ ગઈ છે પરંતુ અહીં તે બિલકૂલ સુરક્ષિત છે. ભારતીય એકટર આર. માધવન લાંબા  સમયથી દુબઈમાં શિફ્ટ થઈ ગયો છે. 

જોકે, તેણે મીડિયાને જણાવ્યા અનુસાર હાલ તે અને તેનો પરિવાર અમેરિકા છે અને જ્યારે ફલાઈટ્સ શરુ થશે ત્યારે તેઓ દુબઈ પાછા ફરશે. 

ભારતીય ફિલ્મ  ક્રિટિક કમાલ આર ખાન પણ દુબઈમાં રહે છે. તેણે જણાવ્યું હતું કે આખી રાત ધડાકાના તથા સાયરોના અવાજને કારણે તે અને તેનો પરિવાર રાતે સૂઈ શક્યા ન  હતા અને તેઓ ભયભીત થઈ ગયાં છે. 

દરમિયાન બંગાળની હિરોઈન શુભશ્રી ગાંગુલી પણ દુબઈમાં અટવાઈ ગઈ છે. 

તેના પતિ તથા તૃણમૂલ કોંગ્રેસના રાજ ચક્રબર્તીએ કહ્યું હતું કે તેમની પત્ની શુભશ્રી અને પુત્ર યુઆન પામ જુમૈરાની એક હોટલમાં છે. તેમની હોટલ પાસે જ વિસ્ફોટ થયો હતો. મેનેજમેન્ટએ કોઈને પણ બહાર નહીં નીકળવાની સલાહ આપી છે.