બાળપણમાં જાતીય સતામણીનો શિકાર થયો હતો સોહેલ ખાન! રિયાલિટી શોમાં જણાવી આપવીતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sohail Khan: સલમાન ખાનનો નાના ભાઈ અને એક્ટર સોહેલ ખાને તાજેતરમાં એક મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે બાળપણમાં હું જાતીય સતામણીનો શિકાર બન્યો હતો. પરંતુ તેણે ઘણા વર્ષો સુધી આ અંગે કોઈની સાથે વાત નહોતી કરી. તેણે રિયાલિટી શો 'અલાયન્સ'માં આ વાતનો ખુલાસો કર્યો.
શોમાં આ અઠવાડિયે સોહેલ ખાનની ટીમ લીડરબોર્ડમાં ટોપ પર રહી હતી. જીતના જશ્ન અને હળવા માહોલ વચ્ચે તેણે બીજા કન્ટેસ્ટન્ટ અર્સલાન ગોની, રૂહી દોસાની અને અલી ગોની સાથેની વાતચીતમાં પોતાના બાળપણનો આ અનુભવ શેર કર્યો હતો.
વર્ષો સુધી કોઈની સાથે શેર ન કર્યું
રેગિંગ વિરુદ્ધ વાત કરતા સોહેલે કહ્યું કે, 'જ્યારે હું નાનો હતો ત્યારે મારું જાતીય શોષણ થયું હતું અને મેં વર્ષો સુધી આ વાત મારા મનમાં દબાવી રાખી હતી.' મોટા થયા બાદ તેણે પોતાના પિતાને આ અંગે જણાવ્યું હતું. સોહેલના જણાવ્યા પ્રમાણે તેમના પિતાએ તેને પૂછ્યું હતું કે, 'આટલા વર્ષો સુધી આ વાત કેમ પોતાના મનમાં દબાવી રાખી.'
સોહેલે કહ્યું કે, પોતાની કોઈ ભૂલ ન હોવા છતાં આ ઘટના વિશે જણાવવામાં તે સમયે મને શરમ અનુભવાતી હતી.
પરિવારને યાદ કરીને ભાવુક થયો સોહેલ ખાન
આ જ એપિસોડમાં સોહેલ ખાન પોતાના પરિવાર વિશે વાત કરતા ઈમોશનલ થઈ ગયો. તેણે કહ્યું કે, હું મારા પરિવારને ખૂબ જ મિસ કરુ છું. શોના હોસ્ટ કુણાલ ખેમુ સાથે વાત કરતા સોહેલે જણાવ્યું કે, મેં ભૂતકાળમાં પણ ઘણા રિયાલિટી શો હોસ્ટ અને જજ કર્યા છે, પરંતુ એક કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લીધા પછી મને કન્ટેસ્ટન્ટ પર આવતા મેન્ટલ અને ઈમોશનલ પ્રેશરનો અહેસાસ થયો. સોહેલે વધુમાં કહ્યું કે 'અલાયન્સ'માં ભાગ લીધા પછી મને એવી શીખ મળી, જે પોતાના 55 વર્ષના જીવનમાં ક્યારેય શીખી નહોતો શીખ્યો.
શો માં સીમાની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી
આ શોમાં સોહેલ ખાન સાથે તેની પૂર્વ પત્ની સીમા સજદેહ પણ છે. સીમાએ શોમાં વાઈલ્ડકાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી લીધી છે. શોમાં સીમાની એન્ટ્રી બાદ બંને વચ્ચે બોન્ડિંગ સારું જોવા મળી રહ્યું છે. સીમાનું સ્વાગત કરતા સોહેલે જણાવ્યું હતું કે, 'મેં આ સુંદર મહિલા સાથે 25 વર્ષ વિતાવ્યા છે અને જો સંબંધમાં કોઈ ભૂલ થઈ હોય, તો તેની જવાબદારી હું પોતે લઉં છું.'









