...તો ફેબ્રુઆરીમાં રશ્મિકા મંદાના અને વિજયના લગ્ન કન્ફર્મ! અભિનેત્રીએ કહ્યું - એમના માટે ગોળી ખાવા તૈયાર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rashmika Mandanna Vijay Deverakonda Wedding: એક્ટ્રેસ રશ્મિકા મંદાનાની ફિલ્મ 'ધ ગર્લફ્રેન્ડ' થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. રિલીઝ પહેલા એક્ટ્રેસે ચાહકો સાથે વાતચીત કરી અને 'પુષ્પા 3', AI ડીપફેક્સ, રિલેશનશિપ્સની સાથે-સાથે અન્ય ઘણા મુદ્દા પર વાત કરી. તેની આ કમેન્ટ્સ એવા સમયે આવી છે જ્યારે એવા અહેવાલો વહેતા થયા છે કે, તે મંગેતર વિજય દેવેરાકોંડા સાથે ફેબ્રુઆરી 2026માં લગ્ન કરવા જઈ રહી છે. વિજય અને રશ્મિકાએ કથિત રીતે આ મહિનાની શરૂઆતમાં એક પ્રાઈવેટ સેરેમનીમાં સગાઈ કરી લીધી હતી. જોકે, બંનેમાંથી કોઈએ આ સમાચારની પુષ્ટિ નથી કરી, પરંતુ તેઓ બંને સગાઈની વીંટી પહેરેલા જોવા મળ્યા છે.
એમના માટે ગોળી ખાવા તૈયાર
જ્યારે રશ્મિકા પોતાની ફિલ્મ 'ધ ગર્લફ્રેન્ડ' માટે ઓનેસ્ટ ટાઉનહોલમાં હતી, ત્યારે તેને પ્રેમની વ્યાખ્યા અને તે લાઈફ પાર્ટનરમાં શું જોઈ છે જેવા સવાલો પૂછવામાં આવ્યા હતા. એક્ટ્રેસે જવાબમાં કહ્યું કે, 'મારા ટાઈપ, પ્રામાણિકપણે કહું તો એવું કોઈક જે ડિપ લેવલે સમજવામાં સક્ષમ હોય. હું સામાન્ય અર્થમાં નથી કહી રહી. આ જીવનને તેના પોતાના દ્રષ્ટિકોણથી સમજવાનું છે. તે ચોક્કસ પરિસ્થિતિઓને કેવી રીતે જુએ છે? હું એવી વ્યક્તિ ઈચ્છું છું જે સમજવા માટે ખુલ્લી હોય. એવો વ્યક્તિ જે ખરેખર સારો હોય અને મારી સાથે અથવા મારા માટે યુદ્ધ લડી શકે. જો કાલે મારી સામે યુદ્ધ થાય તો હું જાણું છું કે તે માણસ મારી સાથે લડશે. હું પણ એવું જ કરીશ. હું તેના માટે ગમે ત્યારે ગોળી ખાવા તૈયાર છું. આ જ મારા ટાઈપ છે.'
એક્ટ્રેસે ફિલ્મ 'ધ ગર્લફ્રેન્ડ' કેમ કરી?
ફિલ્મ 'ધ ગર્લફ્રેન્ડ' વિશે વાત કરતાં રશ્મિકાએ કહ્યું કે, મેં ફિલ્મ ધ ગર્લફ્રેન્ડ' માટે હા પાડી એની પાછળનું કારણ એ છે કે, મને લાગ્યું કે તે લોકોને બતાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સ્ટોરી છે અને ખૂબ જ વિચારપ્રેરક ફિલ્મ છે. તે એક ઉષ્માભર્યા આલિંગન જેવી છે. દરેક વ્યક્તિ પોતાના જીવનના કોઈને કોઈ સમયે આ ફિલ્મ સાથે જોડાણ અનુભવશે.
આ પણ વાંચો: ભારતીય એજન્સીઓના ટોપ 20 આતંકીઓની હિટ લિસ્ટ, તેમાં દાઉદ ઈબ્રાહીમના અનેક નામ
તેણે આગળ કહ્યું કે, 'આવી સ્ટોરી બતાવવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે. સદનસીબે મારું કરિયર શાનદાર રહ્યું છે. હું મારી બધી સફળતા અને દૃશ્યતાનો ઉપયોગ આવી ફિલ્મ બનાવવા માટે કરી રહી છું. હું આ ફિલ્મ એક એક્ટર અને એક માણસ તરીકે મારા માટે કરવા માગુ છું. તમારે કંઈક એવું સાર્થક કરવું જોઈએ કે તમે તમારા દર્શકોને પાછું આપી શકો. મને આશા છે કે આ ફિલ્મ ઓછામાં ઓછી એક વ્યક્તિને બદલી દેશે. ત્યારે અમારું કામ પૂર્ણ થશે.'
'પુષ્પા 3' ટૂંક સમયમાં આવશે
જ્યારે એક ચાહકે 'પુષ્પા 3' અને શ્રીવલીને ત્રીજી વખત જોવાની શક્યતા વિશે પૂછ્યું ત્યારે રશ્મિકાએ જવાબ આપ્યો કે, 'મને ખૂબ આનંદ છે કે તમે બધા શ્રીવલી સાથે એક પાત્ર તરીકે જોડાયા. તમારે આ અંગે સુકુમાર સરને જ પૂછવું જોઈએ. હું તમને કહી શકું છું કે શ્રીવલી 3 ટૂંક સમયમાં આવી રહી છે.'








