ભારતીય એજન્સીઓના ટોપ 20 આતંકીઓની હિટ લિસ્ટ, તેમાં દાઉદ ઈબ્રાહીમના અનેક નામ

Underworld Don Dawood Ibrahim: મુંબઈ બોમ્બ વિસ્ફોટ બાદ દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાન ભાગી ગયો હતો. જોકે, અનેકવાર ભારતીય સુરક્ષા એજન્સીઓના હાથમાં આવતા-આવતા તે છટકી ગયો છે. ભારતીય એજન્સીઓને ચકમો આપવા માટે તે પોતાનું નામ સતત બદલતો રહે છે અને હાલમાં તે પાકિસ્તાનમાં ISI અને સેનાની દેખરેખ હેઠળ છે. આતંકવાદીઓની યાદીમાં ભારતીય એજન્સીઓએ તેને ચોથા ક્રમે રાખ્યો છે.
દાઉદ ઈબ્રાહીમના અનેક નામ
ભારતીય એજન્સીઓના જણાવ્યા મુજબ, દાઉદ સતત પોતાનું નામ બદલતો રહે છે. આ કારણોસર, તેના ઘણા નામો આતંકવાદીઓની યાદીમાં સામેલ છે. જેમ કે:
દાઉદ ઈબ્રાહીમ કાસકર, દાઉદ હસન શેખ કાસકર, દાઉદ ભાઈ, દાઉદ સબરી, ઇકબાલ શેઠ, બાબા પટેલ, દાઉદ ઇબ્રાહીમ, શેખ દાઉદ હસન, અબ્દુલ હમીદ અબ્દુલ અઝીઝ, અનીસ ઈબ્રાહીમ, અઝીઝ દિલીપ, દાઉદ હસન શેખ ઈબ્રાહીમ કાસકર, દાઉદ ઈબ્રાહીમ મેમણ કાસકર, દાઉદ હસન ઈબ્રાહીમ કાસકર, દાઉદ ઈબ્રાહીમ મેમણ, કાસકર દાઉદ હસન, શેખ મોહમ્મદ ઈસ્માઇલ અબ્દુલ રહેમાન, દાઉદ હસન શેખ ઈબ્રાહીમ, દાઉદ ભાઈ લો ક્વોલિટી, ઈબ્રાહીમ શેખ મોહમ્મદ અનીસ, શેખ ઈસ્માઇલ અબ્દુલ, શેખ ફારૂકી, અને ઈકબાલ ભાઈ.

ટોચના આતંકવાદીઓની યાદી
ભારતીય સુરક્ષા એજન્સીઓની આ યાદીમાં પહેલું નામ મસૂદ અઝહરનું છે, જેના પણ ત્રણ નામ છે. બીજા નંબર પર હાફિઝ સઈદ છે, જેના પણ અનેક નામ છે. આ પછી, ત્રીજા ક્રમે લખવી, ચોથા પર દાઉદ, પાંચમા પર વાધવા સિંહ બબ્બર, છઠ્ઠા પર લખબીર સિંહ, સાતમા પર રણજીત સિંહ, આઠમા પર પરમજીત સિંહ, નવમા પર ભૂપિન્દર સિંહ ભિંડા અને દસમા પર ગુરમીત સિંહ બગ્ગા છે. જ્યારે ગુરપતવંત સિંહ પન્નૂ 11મા અને નિજ્જર 12૨મા નંબર પર છે.
શા માટે બદલવામાં આવે છે આટલા બધા નામ?
પાકિસ્તાન એક એવો દેશ છે જ્યાં સરકાર અને સેના આતંકવાદીઓને ખુલ્લેઆમ મદદ કરે છે, જેમાં તેમના માટે અનેક પાસપોર્ટ બનાવવામાં આવે છે અને ખુદ પાકિસ્તાની સેના તેમજ ISI તેમની સુરક્ષામાં વ્યસ્ત રહે છે જેથી ભારત તેમને નિશાન ન બનાવે.
આ આતંકવાદીઓને સુરક્ષિત રાખવા અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવા માટે, પાકિસ્તાન તેમના જોખમને ધ્યાનમાં રાખીને અલગ-અલગ નામથી નકલી સરકારી દસ્તાવેજો બનાવે છે. આ રીતે, તે દાવા કરે છે કે દાઉદ જેવા આતંકવાદીઓ 'અઝીઝ દિલીપ' જેવા અન્ય નામો હેઠળ છુપાયેલા છે. આ જ કારણોસર, ભારતે હવે પાકિસ્તાનમાં રહેલા આ આતંકવાદીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરે છે, જેનું એક ઉદાહરણ 'ઓપરેશન સિંદૂર' છે.

