સિતારે ઝમીન પર આવતાં વર્ષે જાપાનમાં રજૂ થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- દંગલના આઠ વર્ષ બાદ જાપાનમાં આમિરની બીજી ફિલ્મ
- આમિરે ભારતમાં ઓટીટી પર નહીં મૂકવાનો દાવો કરી ફેરવી તોળ્યું હતું, હવે જાપાનમાં કસ કાઢશે
મુંબઇ : છેલ્લે ૨૦૧૮માં પોતાની ફિલ્મ 'દંગલ' જાપાનમાં રજૂ કરનાર આમિરખાન હવે નવ વર્ષ બાદ તેની ફિલ્મ 'સિતારે ઝમીન પર' જાપાનમાં રજૂ કરશે. જાપાની વિતરક દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર સ્પ્રિંગ ૨૦૨૭માં આ ફિલ્મ થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે.
૨૦૨૫માં ભારતમાં રજૂ થયેલી ફિલ્મ 'સિતારે ઝમીન પર' મૂળ સ્પેનિશ ફિલ્મ કેમ્પિયોન્સનું સત્તાવાર હિન્દી વર્ઝન છે. જેમાં આમિરખાને બાસ્કેટ બોલ કોચ ગુલશન અરોરાનું પાત્ર ભજવ્યું છે. જે મંદબુદ્ધિ ખેલાડીઓની ટીમને તાલીમ આપે છે.
આમિર ખાને આ ફિલ્મને શરૂઆતમાં ઓટીટી પર રજૂ કરવામાં નહીં આવે તેમ જણાવી ફિલ્મને યુ ટયુબ પર પે પર વ્યુ મોડલમાં રજૂ કરી હતી. પણ નવ મહિના પછી ફિલ્મને ઓટીટી પર રિલિઝ કરવામાં આવી હતી. હવે તેને જાપાનમાં રજૂ કરી કસ કાઢવામાં આવશે.
આ ફિલ્મની પટકથા દિવ્યનિધિ શર્માએ લખી હતી જ્યારે નિર્દેશન આરએસ પ્રસન્નાએ કર્યું હતું.




