Get The App

9 મિનિટનું એ ગીત જેના રેકોર્ડિંગમાં સિંગરના ગળામાંથી લોહી નીકળી ગયું હતું! રડી પડ્યા હતા ફિલ્મના દર્શકો

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
9 મિનિટનું એ ગીત જેના રેકોર્ડિંગમાં સિંગરના ગળામાંથી લોહી નીકળી ગયું હતું! રડી પડ્યા હતા ફિલ્મના દર્શકો 1 - image


Anu Malik Started Bleeding During Song Recording For Film Border: હિન્દી સિનેમાના ઈતિહાસમાં કેટલાક ગીતોનો ઉલ્લેખ હંમેશા કરવામાં આવે છે. અહીં અમે એક એવી હિટ ફિલ્મના ગીત વિશે વાત કરી રહ્યા છીએ જેની સિક્વલ હાલમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. 1997માં રિલીઝ થયેલી આ ફિલ્મના દરેક ગીતના વખાણ થયા હતા પરંતુ એક ગીત એવું હતું જેના રેકોર્ડિંગ દરમિયાન સિંગરના ગળામાંથી લોહી નીકળી ગયું હતું અને સ્ટુડિયોમાં હાજર લોકો ઈમોશનલ થઈ ગયા હતા. એટલું જ નહીં દર્શકો પણ ગીત સાંભળીને રડી પડ્યા હતા. ચાલો આ ગીત વિશે વિસ્તારથી જાણીએ.

અહીં જે ગીતની વાત થઈ રહી છે તે માત્ર સંગીત નથી, પરંતુ લોકો માટે એક ભાવના બની ગયુ. જો તમે હજુ સુધી અંદાજો નથી લગાવી શક્યા તો તે સની દેઓલની હિટ ફિલ્મ બોર્ડરનું ગીત છે, જે 1997માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 9 મિનિટ લાંબા આ ગીતે લોકોમાં દેશ પ્રેમની ભાવના જગાડવાનું કામ કર્યું, પરંતુ આ ગીત રેકોર્ડ કરતી વખતે સિંગરે ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. 

9 મિનિટનું એ ગીત જેના રેકોર્ડીંગ સમયે સિંગરના ગળામાંથી લોહી નીકળી ગયું

તમને નવાઈ લાગશે પરંતુ સત્ય એ છે કે 9 મિનિટનું આ ગીત ગાતી વખતે સિંગરના ગળામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં સિંગર અનુ મલિકે ખુલાસો કર્યો કે, ફિલ્મ બોર્ડરના ગીતનું રેકોર્ડિંગ સવારે શરૂ થયા બાદ બીજા દિવસે સવારે 5:00 વાગ્યા સુધી ચાલ્યુ હતું. તેણે ખુલાસો કર્યો કે ગીતને પરફેક્ટ બનાવવા માટે એટલી ઘણી વાર ગાયુ હતું અને ચીસો પાડી હતી કે, તેની ખરાબ અસર મારા ગળા પર પડી હતી. જ્યારે મેં બાથરૂમમાં જઈને જોયું તો મારા ગળામાંથી લોહી નીકળી રહ્યું હતું. 

આ પણ વાંચો: 'બોર્ડર 2'એ KGF અને બાહુબલી-2નો રેકોર્ડ તોડ્યો! 10 જ દિવસમાં કમાણી રૂ. 300 કરોડને પાર

 સ્ટુડિયોમાં હાજર લોકો પણ ઈમોશનલ થઈ ગયા હતા

એટલું જ નહીં સિંગરને ગળાના વધુ પડતા ઉપયોગ અને અતિશય થાકને કારણે ડૉક્ટર પાસે જવું પડ્યું હતું. તમને જણાવી દઈએ કે, આ ગીત ફિલ્મ બોર્ડરનું 'સંદેશે આતે હૈં' છે, જેને રેકોર્ડ કરતી વખતે અનુ મલિકના ગળામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ ગીતના શબ્દો સાંભળીને સ્ટુડિયોમાં હાજર લોકો પણ ઈમોશનલ થઈ ગયા હતા.