Entertainment
સિદ્ધાર્થ, તમન્નાની વી વન ફિલ્મ આગામી ઓગસ્ટમાં આવશે
By GS Team
26 Mar 20261 min read

- ખોસલા કા ઘોસલા સાથે ટકરાશે
- સતત ફલોપ જઈ રહેલા સિદ્ધાર્થ મલ્હોત્રા માટે અનુકૂળ રીલિઝ ડેટ શોધાઈ
મુંબઇ : સિદ્ધાર્થ મલ્હોત્રા તથા તમન્ના ભાટિયાની ફિલ્મ 'વી વન' આગામી તા. ૨૮મી ઓગસ્ટે રીલિઝ કરવાનું નક્કી થયું છે.
સતત ફલોપ જઈ રહેલા સિદ્ધાર્થ માટે પ્રોડયૂસર એકતા કપૂરે સલામત ડેટ શોધી છે કારણ કે આ દિવસે 'ખોસલા કા ઘોંસલા' સિવાય બીજી કોઈ મોટી ફિલ્મ રજૂ થવાની નથી.
જોકે, તે પહેલાં ૧૩મી ઓગસ્ટે સની દેઓલની 'લાહોર ૧૯૪૭ ' રજૂ થવાની છે. પરંતુ, એકતા કપૂરને આશા છે કે આ ફિલ્મ 'વી વન'ના બિઝનેસને અસર નહીં કરે. આ ઉપરાંત આ તારીખોમાં તહેવારોની રજાઓનો લાભ મળવાની પણ તેને અપેક્ષા છે. 'વી વન' મૂળ આગામી મે માસમાં રીલિઝ થવાની હતી. પરંતુ, હવે તેની રીલિઝ ડેટ ઠેલાઈ છે. ફિલ્મ એક લોકકથા પર આધારિત હોવાનું કહેવાય છે.









