Entertainment

બંદિશ બેન્ડિટની શ્રેયા ચૌધરી હવે આયુષમાનની હિરોઈન બની

By GS Team
6 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈ: આયુષ્માન ખુરાનાની આગામી થ્રિલર ફિલ્મ 'મુપાપા'માં શ્રેયા ચૌધરી મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે. 'બંદિશ બેન્ડિટ' વેબ સિરીઝથી જાણીતી શ્રેયાએ બમન ઈરાની સાથે 'મહેતા બોયઝ'માં પણ કામ કર્યું છે. સમીર સક્સેના નિર્દેશિત આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સ અને પોશામ પા પિક્ચર્સના સહયોગથી બની છે. તેનું પોસ્ટ-પ્રોડક્શન ચાલી રહ્યું છે અને ફેબ્રુઆરી 2024માં રિલીઝ થવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બંદિશ બેન્ડિટની શ્રેયા ચૌધરી હવે આયુષમાનની હિરોઈન બની
  • શ્રેયા મુપાપા ફિલ્મમાં લીડ હિરોઈન તરીકે

મુંબઇ : શ્રેયા ચૌધરી આયુષમાન ખુરાનાની આગામી થ્રીલર ફિલ્મ 'મુપાપા'માં તેની હિરોઇન બની છે. શ્રેયાએ 'બંદિશ બેન્ડિટ' નામની વેબ સીરિઝને લીધે જાણીતી છે. તેણે 'મહેતા બોયઝ' નામની ફિલ્મમાં પણ બમન ઇરાની સાથે કામ કર્યું છે. આ ફિલ્મનું શૂટિંગ થઈ ચૂક્યું છે. હાલ તેનું પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યું છે. ફિલ્મ આગામી ફેબુ્રઆરીમાં રીલિઝ થવાની શક્યતા છે.
પાછલાં વર્ષોમાં ઓટીટી પ્રોજેક્ટસથી સફળતા મેળવ્યા બાદ મેઈન સ્ટ્રીમની બોલિવુડ ફિલ્મોમાં તક મળી હોય એવા અનેક કલાકારો ઉભરી આવ્યા છે. તૃપ્તિ ડિમરી તથા વામિકા ગબ્બીએ પણ શરુઆતમાં મોટાભાગે ઓટીટી પ્રોજેક્ટસ દ્વારા જ સફળતા મેળવી હતી.
સમીર સક્સેનાએ મુપાપા ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ યશરાજ ફિલ્મ્સ અને પોશામ પા પિકચર્સ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ બંને વચ્ચેનું પ્રથમ સહિયારું નિર્માણ છે.