Get The App

વિક્કીની મહાવતારમાં શ્રદ્ધા કપૂરને સાઈન કરાય તેવી શક્યતા

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
વિક્કીની મહાવતારમાં શ્રદ્ધા કપૂરને સાઈન કરાય તેવી શક્યતા 1 - image

- અગાઉ દીપિકાના નામની ચર્ચા હતી 

- ફિલ્મ સર્જકોએ શ્રદ્ધા કપૂર સાથે વાતચીત શરૂ કરી , જોકે હજુ આખરી નિર્ણય નહીં

મુંબઈ : વિક્કી કૌશલની આગામી ફિલ્મ 'મહાવતાર'માં તેની સાથે શ્રદ્ધા કપૂર જોવા મળે તેવી સંભાવના છે. ફિલ્મના સર્જકોએ  શ્રદ્ધાને સાઈન કરવા માટે તેની સાથે વાતચીત શરુ કરી છે. જોકે, આ બાબતે આખરી નિર્ણય લેવાયો નથી. 

અગાઉ આ રોલ માટે દીપિકા પદુકોણનું નામ ચર્ચાયું હતું. 

જોકે, ફિલ્મની નિર્માતા કંપની મેડોકની 'સ્ત્રી'  ફિલ્મમાં અગાઉ  શ્રદ્ધા કપૂર કામ કરી ચૂકી હોવાથી તેમણે શ્રદ્ધાને આ રોલ ઓફર કર્યો હોવાનું કહેવાય છે. 

ફિલ્મ માટે આશરે ૮૦૦ કરોડનું બજેટ નક્કી કરાયું છે. મોટાભાગે આવતાં વર્ષે આ  ફિલ્મ રીલિઝ કરાશે.