Entertainment

શ્રદ્ધા કપૂર ડાન્સ કરતી વખતે ઘાયલ થતાં ઈથાનું શૂટિંગ અટક્યું

By GS TEAM
23 Nov 20251 min read
શ્રદ્ધા કપૂર ડાન્સ કરતી વખતે ઘાયલ થતાં ઈથાનું  શૂટિંગ અટક્યું

- લાવણી ડાન્સના શૂટ વખતે ઘટના બની

- શ્રદ્ધાએ આ રોલ માટે ૧૫ કિગ્રા વજન વધાર્યું છે, બધો  ભાર એક પગ પર આવી જતાં  ગબડી પડી

મુંબઈ: શ્રદ્ધા કપૂર 'ઈથા' ફિલ્મ માટે લાવણી ડાન્સની એક સીકવન્સનું શૂટિંગ કરી રહી હતી ત્યારે ઘાયલ થઈ હતી. શ્રદ્ધાને ઈજા  થતાં ફિલ્મનું શૂટિંગ અટકાવી  દેવામાં આવ્યું છે. 

'ઈથા' મહારાષ્ટ્રનાં વિખ્યાત નૃત્યાંગના વિઠાબાઈ નારાયણગાંવકરની બાયોપિક છે.

 તેઓ લાવણી નૃત્ય કળામાં બહુુ પારંગત હતાં. શ્રદ્ધાએ આ રોલ માટે ૧૫ કિગ્રા વજન  વધાર્યું છે.  

શૂટિંગ વખતે તે નવવારી સાડી, હેવી  જ્વેલરી તથા  કમરપટ્ટામાં સજ્જ હતી. લાવણીમાં વાદ્યના તાલે એકદમ  ઝડપથી આગળ પાછળ અને ક્રોસ મુવમેન્ટ કરવાની હોય છે. 

આમ કરવા જતાં શ્રદ્ધાનું બધું વજન તેના ડાબા પગ પર આવી ગયું હતું અને તે ગબડી પડી હતી. 

શ્રદ્ધાએ તે પછી પોતાના ક્લોઝઅપ્સ લઈ લેવા સૂચવ્યું હતું અને ટીમે એ રીતે શૂટિંગ આગળ વધાર્યું હતું. જોકે, તેને પીડા એકદમ  વધી જતાં આખરે શૂટિંગ  મુલત્વી  રાખવામાં આવ્યું હતું. હવે બે સપ્તાહ સુધી  શૂટિંગ ઠપ રહે તેવી સંભાવના છે.