Entertainment
શ્રદ્ધા કપૂર બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે ફિલ્મ જોવા પહોંચી
By GS Team
1 Jul 20261 min read
મુંબઈમાં શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી ફરી એકવાર સાથે ફિલ્મ જોતા ઝડપાયા છે. 'વેલકમ ટુ ધ જંગલ' ફિલ્મ થિયેટરમાં બેસી જોતાં હોય તેવો વિડીયો વાયરલ થયો છે, જે કોઈ સાથી દર્શકે શૂટ કર્યો હતો. 2 વર્ષથી તેમના અફેરની અટકળો ચાલી રહી છે, જોકે બંનેએ સત્તાવાર ઘોષણા કરી નથી. શ્રદ્ધાની આગામી ફિલ્મ 'ઈઠા' 28 ઓગસ્ટે રજૂ થશે.
Summarized by AI; it may make mistakes. Check important info

- એક દર્શકે વિડીયો વાયરલ કરી દીધો
રાહુલ મોદી અને શ્રદ્ધાનો અફેર બે વર્ષથી ચાલે છે પણ બંને દ્વારા કોઈ સત્તાવાર ઘોષણા નહિ
મુંબઈ : શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી ફરી એકવાર સાથે ફિલ્મની મોજ માણતાં ઝડપાઇ ગયા છે. બંને જણાં સાથે હોય તેવી અનેક તસવીરો ફરે છે પણ તેમના સંબંધો બાબતે તેમણે કદી કોઇ ફોડ પાડયો નથી. તાજેતરમાં તેઓ 'વેલકમ ટુ ધ જંગલ' ફિલ્મ થિયેટરમાં બેસી જોતાં હોય તેવો વિડિયો વાઇરલ બન્યો હતો.
આ વિડિયો થિયેટરની અંદર કોઇ સાથી દર્શકે શૂટ કર્યો હોય તેમ લાગે છે. આ વિડિયો સોશ્યલ મિડિયા પર વાઇરલ થતાં શ્રદ્ધાના ચાહકો જાતજાતની કોમેન્ટ કરી રહ્યા છે. ૨૦૨૪ની શરૂઆતમાં શ્રદ્ધા અને રાહુલ પહેલીવાર સાથે જોવા મળ્યા ત્યારથી તેમના સંબંધો વિશે જાતજાતની અટકળો ચાલી રહી છે.
થોડા મહિના અગાઉ રાહુલે લખેલી અને નિર્દેશિત કરેલી એક જાહેરાતના શ્રદ્ધાએ વખાણ કર્યા હતા. આ જાહેરાતમાં અનીત પદ્દાએ કામ કર્યું હતું.
શ્રદ્ધાએ અનીત પદ્દાના કામના પણ વખાણ કર્યા હતા. દર્શકો શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ 'ઈઠા'ની તેના ચાહકો ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ ૨૮ ઓગસ્ટે થિયેટર્સમાં રજૂ થવાની છે.