Entertainment

સરકાર-ફોર ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી શરૂ કરાશે

By GS Team
15 Mar 20261 min read
સરકાર-ફોર ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી શરૂ કરાશે

મુંબઈ: ફિલ્મ સર્જક રામગોપાલ વર્માએ પોતે 'સરકાર ફોર' બનાવી રહ્યો હોવાની જાહેરાત કરી છે. તાજેતરમાં તેણે જાહેર કર્યું હતું કે આ ફિલ્મની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને પોતે એપ્રિલ ૨૦૨૬થી તેનંી શૂટિંગ પણ શરુ કરી દેવાનો છે. 

'સરકાર ફોર'માં અમિતાભ મુખ્ય ભૂમિકામાં હશે એ નક્કી છે. જોકે, બાકીના કલાકારો અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 

ઉલ્લેખનીય છે કે 'સરકાર' પહેલી વાર ૨૦૦૫માં આવી હતી. તે પછી તેનો બીજો ભાગ ૨૦૦૮માં અને ત્રીજો ભાગ ૨૦૧૯માં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી 'સરકાર ફોર'નો પ્રોજેક્ટ પ્લાનિંગ હેઠળ હોવાની ચર્ચાઓ હતી.