સૈયારાની જોડી અનિત અને અહાનની નવી રોમેન્ટિક ફિલ્મનું શૂટિંગ શરુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ફિલ્મ આવતાં વર્ષે રજૂ કરવાનો મોહિત સૂરીનો પ્લાન
- ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર નહિ, અન્ય કલાકારોની ઘોષણા પણ બાકી
મુંબઇ : ૨૦૨૫ની હીટ રોમેન્ટિક ફિલ્મ 'સૈયારા'ની જોડી અહાન પાંડે અને અનીત પડ્ડાએ તેમની નવી રોમેન્ટિક ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મને ૨૦૨૭માં રજૂ કરવામાં આવશે.
વિખ્યાત સિનેમેટોગ્રાફર અનિલ મહેતાએ ફિલ્મના શૂટિંગને શરૂ કર્યું ત્યારે તેમની સાથે ફિલ્મના હીરો અને હિરોઇન સેટ પર હાજર જણાયા હતા. 'સૈયારા'ની સિનેમેટોગ્રાફી પણ અનિલ મહેતાએ જ કરી હતી. 'સૈયારા'ની જોરદાર બાદ મોહિત સૂરીની આ ફિલ્મ પાસે દર્શકો મોટી અપેક્ષાઓ રાખી રહ્યાં છે.
યશરાજ ફિલ્મ્સ માટે આ ફિલ્મનું નિર્દેશન મોહિત સૂરી કર્રી રહ્યા છે. ફિલ્મના અન્ય કળાકારો તથા ફિલ્મનું નામ હજી નક્કી થયાં નથી. 'સૈયારા' ૨૦૨૫માં સૌથી વધારે કમાણી કરનારી લવસ્ટોરી બની રહી હતી. અહાન પાંડે અને અનીત પડ્ડાની જોડીની આ બીજી ફિલ્મ છે.




