શિલ્પા શિંદેનો સનસનાટીભર્યો ખુલાસો: "મેં 'ભાભીજી ઘર પર હૈ'ના પ્રોડ્યુસર પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો જૂઠો આરોપ લગાવ્યો હતો..."
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shilpa Shinde Confession: ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી અને ‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ શિલ્પા શિંદેએ એક એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેનાથી સમગ્ર મનોરંજન જગતમાં ખળભળાટ મચી ગયો છે. ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાના પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન શિલ્પાએ સ્વીકાર્યું છે કે વર્ષો પહેલાં તેણે પોતાના શોના પ્રોડ્યુસર પર જાતીય સતામણીનો જે આરોપ લગાવ્યો હતો, તે તદ્દન જૂઠો હતો. તેણે મજબૂરીમાં આ પગલું ભરવું પડ્યું હતું કારણ કે તેની પાસે બચવાનો કોઈ રસ્તો નહોતો.
"મને કંટ્રોલ કરવા માટે બધી બાજુથી રસ્તા બંધ કરાયા હતા"
શોમાં 'અંગૂરી ભાભી'ના પાત્રથી ઘર-ઘરમાં જાણીતી બનેલી શિલ્પા શિંદેએ 1 વર્ષની અંદર જ આ શો છોડી દીધો હતો અને પ્રોડ્યુસર્સ સાથેનો તેનો વિવાદ જાહેરમાં આવ્યો હતો. તે દિવસોને યાદ કરતાં શિલ્પાએ જણાવ્યું કે, "પ્રોડ્યુસર્સ મારા પર એક એક્સક્લુઝિવ કોન્ટ્રાક્ટ સાઇન કરવાનું દબાણ કરી રહ્યા હતા, જેથી હું અન્ય ક્યાંય કામ ન કરી શકું અને ફી વધારાની માગ પણ ન કરી શકું. મેં ના પાડી તો મને ડરાવવા માટે મીડિયામાં એવી અફવાઓ ફેલાવવામાં આવી કે મને શોમાંથી કાઢી મૂકવામાં આવી છે. પ્રોડ્યુસર્સે મને ધમકી આપી હતી કે અમે તને ઇન્ડસ્ટ્રીમાં ક્યાંય કામ નહીં કરવા દઈએ, તું ઘરે બેસી રહેજે. આ મોટા પ્રોડ્યુસર્સને હું 'વ્હાઇટ કોલર માફિયા' કહું છું."
શિલ્પાએ ઉમેર્યું કે તે સમયે તેને રૂ. 12 કરોડથી રૂ. 20 કરોડ સુધીની કાનૂની નોટિસો મોકલવામાં આવી રહી હતી અને તેના પોતાના વકીલને પણ ખરીદી લેવામાં આવ્યા હતા.
મજબૂરીમાં લગાવવો પડ્યો જાતીય સતામણીનો આરોપ
ચારેય તરફથી ઘેરાઈ ગયા બાદ લીધેલા કઠોર નિર્ણય વિશે વાત કરતા શિલ્પાએ જણાવ્યું કે, "1 વર્ષ સુધી મને આ સ્તર પર પરેશાન કરવામાં આવી કે મારી પાસે કોઈ રસ્તો જ બચ્યો નહોતો. આ વાત સ્વીકારવી ખૂબ મોટી છે, પણ મેં જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ કર્યો હતો તે માત્ર તેમાંથી બહાર નીકળવા માટે કર્યો હતો. કેસ થયા બાદ પ્રોડ્યુસર્સ દબાણમાં આવ્યા અને અમારી વચ્ચે સેટલમેન્ટ થયું."
આ વિશે વધુ જણાવતાં શિલ્પાએ કહ્યું કે, "હું લો બેકગ્રાઉન્ડમાંથી આવું છું. મારા મિત્રએ મને ચેતવણી પણ આપી હતી કે તું આ શું કરી રહી છે? પણ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. જોકે, આ ચક્કરમાં તે બિચારો પ્રોડ્યુસર બદનામ થઈ ગયો. હું આજે પહેલીવાર આ વાત જાહેરમાં સ્વીકારું છું કે તે આરોપ ખરેખર જૂઠો હતો. ત્યારબાદ અમારી વચ્ચે સેટલમેન્ટ થઈ ગયું હતું."









