Entertainment

શાહિદ કપૂરની નવી ફિલ્મ સાઉથના એટલી સાથે હશે

By GS Team
10 Jan 20251 min read
This article was originally published on 10 Jan 2025
શાહિદ કપૂરની નવી ફિલ્મ  સાઉથના એટલી સાથે હશે

- શાહિદ આજકાલમાં ફિલ્મ સાઈન કરશે 

- સ્ક્રિપ્ટ તૈયારઃ કમર્શિઅલ મસાલા ફિલ્મ માટે શાહિદ સૌથી યોગ્ય હોવાનો એટલીનો મત

મુંબઇ : શાહિદ કપૂર આગામી પ્રોજેક્ટ માટે દક્ષિણના  સફળ દિગ્દર્શક એટલી સાથે વાતચીત કરી રહ્યો છે. તે હવે જલદી  આ ફિલ્મ સાઇન કરે તેવી શક્યતા છે. 

સૂત્રે જણાવ્યું હતું કે, આ એક ઓરિજિનલ એકશન મનોરંજક ફિલ્મ  હશે. એટલીએ પોતાના સહયોગી સાથે મળીને આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી  લીધી છે. એટલીને  લાગે છે કે, ફિલ્મની સ્ક્રિપ્ટના અનુસાર મુખ્ય રોલમાં શાહિદ કપૂર જ ફિટ બેસે છે. શાહિદ અને એટલી વચ્ચેની વાતચીત હાલ છેલ્લા તબક્કામાં છે.