Get The App

VIDEO : બર્થડે શાહરુખ ખાનની ચાહકોને 'રિટર્ન ગિફ્ટ', કિંગ ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : બર્થડે શાહરુખ ખાનની ચાહકોને 'રિટર્ન ગિફ્ટ', કિંગ ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર 1 - image

Shahrukh's King Movie Teaser: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના ચાહકોની રાહનો અંત આવ્યો હતો. સુપરસ્ટારે પોતાની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ 'કિંગ'નો ફર્સ્ટ લુક રીલિઝ કર્યું છે. શાહરૂખે પોતાના 60માં જન્મદિવસે ચાહકોને ભેટ આપતાં ફિલ્મનું ટીઝર રજૂ કર્યું છે. આ સાથે શાહરૂખ ત્રણ વર્ષ બાદ મોટા પડદાં પર જોવા મળશે.

ફિલ્મ 'કિંગ'માં જોવા મળ્યો અનેરો લુક

શાહરૂખની ફિલ્મ 'કિંગ' છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં હતી. ચાહકો તેની સ્ટોરીથી માંડી કાસ્ટિંગ, દરેક વસ્તુ વિશે જાણવા ઉત્સુક હતાં. શાહરૂખે આ ફિલ્મનું ટીઝર લોન્ચ કરતાં જ ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જેમાં કિંગ ખાન અનેરા લુકમાં જોવા મળ્યો છે. ટીઝરમાં શાહરૂખનો વોઈસ ઑવર સંભળાય છે, જેમાં તે પોતાના અભિનય વિશે વાત કરે છે. તે કહે છે કે, મેં કિતને ખૂન કર ચૂકા હું, યાદ નહીં. ખૂન કરતે સમય, કભી કિસીસે નહીં પૂછા કિ વો અચ્છે લોગ છે યા બૂરા. બસ અહસાસ હુઆ કિ યે ઉનકી આખરી સાંસ હૈ, વો કઈ સારે જૂર્મ કર ચૂકે હૈ ઔર લગભગ 100 દેશોમેં બદનામ હૈ. ઈસલિયે સભી ઉન્હે કિંગ બુલાતે હૈ.



એક્શનથી ભરપૂર ટીઝર

શાહરૂખની ફિલ્મનું ટીઝર એક્શનથી ભરપૂર છે. દરેક ફ્રેમ એક્શનથી ભરપૂર છે. એક્ટરનો લુક પણ દમદાર છે. ગ્રે હેર લુકમાં તે અંડરવર્લ્ડનો માફિયા જેવો દેખાય છે. તેના પર આ અભિનય સૂટ કરી રહ્યો છે. તેના હાથમાં એક હથિયાર હોય છે અને તે કોઈ ઉદ્દેશ માટે લોકોને મારતો જોવા મળે છે. શાહરૂખની ફિલ્મ 'કિંગ' આગામી વર્ષે 2026માં રીલિઝ થશે. જેનું ડાયરેક્શન સિદ્ધાર્થ આનંદે કર્યું છે.

ફિલ્મ 'કિંગ'નું કાસ્ટિંગ

શાહરૂખની આ ફિલ્મ 'કિંગ' જાહેરાતની સાથે જ છવાઈ છે. ફિલ્મમાં બોલિવૂડના અનેક મોટા કલાકારો સામેલ છે. અભિષેક બચ્ચન, અનિલ કપૂર, જેકી શ્રૌફ, જયદીપ અહલાવત, અરશદ વારસી, સૌરભ શુક્લા જેવા અભિનેતા છે. દીપિકા પાદુકોણ અને રાની મુખરજી પણ આ ફિલ્મનો ભાગ છે. તદુપરાંત અભય વર્મા, રાઘવ જુયાલ અને શાહરૂખની દિકરી સુહાના ખાન પણ આ ફિલ્મમાં છે. જે લીડ એક્ટર તરીકે જોવા મળી શકે છે.