Get The App

શાહરૂખ જવાન-ટુમાં કામ કરવા સંમત થયો હોવાનો દાવો

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
શાહરૂખ જવાન-ટુમાં કામ કરવા સંમત થયો હોવાનો દાવો 1 - image

- અગાઉ એક રોમાન્ટિક ફિલ્મની ચર્ચા હતી  

- કિંગ બાદ શાહરૂખ કયો પ્રોજેક્ટ હાથ ધરશે તે વિશે અનેક અટકળો

મુંબઇ : શાહરુખ ખાન તેની ફિલ્મ 'કિંગ' બાદ કયો પ્રોજેક્ટ હાથ ધરશે તે વિશે જાત જાતની અટકળો ચાલે છે. હવે એક નવી ચર્ચા અનુસાર તે એટલીની 'જવાન ટુ' સૌથી પહેલાં હાથ પર લેશે. આ   ફિલ્મમાં તેની સામે સાઉથનો એક કલાકાર ખલનાયક હશે તેમ કહેવાય છે. અગાઉ એવી ચર્ચા હતી કે શાહરુખને સંજય લીલા ભણશાળીએ એક મેચ્યોર રોમાન્ટિક સ્ટોરી ઓફર કરી છે. હવે એવો દાવો થઈ રહ્યો છે કે એટલીએ 'જવાન ટુ'ની સ્ક્રિપ્ટ ફાઈનલ કરી દીધી હોવાથી શાહરુખ તેને અગ્રતા આપશે. શાહરુખ હાલ 'કિંગ'નું શૂટિંગ કરી રહ્યો છે જે આગામી કેટલાક મહિનાઓમાં પૂર્ણ થઈ જવાની સંભાવના છે.