Entertainment

શાહરૂખ ખાન આગામી ફિલ્મ રાજકુમાર હીરાણી સાથે કરે તેવી ચર્ચા

By GS Team
23 Jun 20201 min read
This article was originally published on 23 Jun 2020
શાહરૂખ ખાન આગામી ફિલ્મ રાજકુમાર હીરાણી સાથે કરે તેવી ચર્ચા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 22 જૂન 2020, સોમવાર

શાહરૂખ ખાન લાંબા સમયથી રૂપેરી પડદે દેખાયો નથી. તેના પ્રશંસકો તેને ફિલ્મમાં જોવા આતુર છે. તેવામાં  ખબર છે કે, શાહરૂખ ખાન રાજ કુમાર હીરાણી સાથે આગામી ફિલ્મમાં કામ કરવાનો છે. જોકે હીરાણી અને શાહરૂખે આ બાબતે સત્તાવાર ઘોષણા કરી નથી. 

કહેવાય છે કે , આ ફિલ્મનું શૂટિંગ પહેલા મે મહિનામાં થવાનું હતું. પરંતુ લોકડાઉનના કારણે આમ થઇ શક્યું નથી. હવે આ ફિલ્મનું શૂટિંગ ઓકટોબરમાં શરૂ કરવાની યોજના છે.

ચર્ચા તો એવી પણ છે કે, શાહરૂખ આ ફિલ્મના પાત્રને યોગ્ય લુક માટે હાલ વાળ વધારી રહ્યો છે. 

શાહરૂખની છેલ્લી ફિલ્મ અનુષ્કા સાથેની ઝીરો હતી, જે બોક્સ ઓફિસ પર ઊંધા માટે પટકાઇ હતી. આ પછી શાહરૂખ રૂપેરી પડદે દૂર થઇ ગયો હતો, પરંતુ તે ઘરમાં બેસીને સ્ક્રીપ્ટ વાંચતો હતો. શાહરૂખે  અગણિત સ્ક્રીપ્ટસ વાંચ્યા પછી રાજ કુમાર હીરાણીની ફિલ્મ કરવાનો નિર્ણય કર્યો છે તેવી ચર્ચા થઇ રહી છે.