Entertainment
ઈમરાન હાશ્મીની આવારાપન ટુમાં શબાના આઝમીની એન્ટ્રી
By GS TEAM
2 Dec 20251 min read

- ઈમરાન પહેલીવાર શબાના સાથે સ્ક્રીન શેર કરશે
- મૂળ ફિલ્મમાં શ્રીયા સરન હિરોઈન હતી, પાર્ટ ટુમાં દિશા પટાણી ગોઠવાઈ ગઈ
મુંબઇ : ઇમરાન હાશ્મીની 'આવારાપન ટુ'માં દિશા પટાણી પછી શબાના આઝમીની પણ એક મહત્વના રોલમાં એન્ટ્રી થઇ છે.
ઇમરાન હાશ્મીએ આ ફિલ્મનું શૂટિંગ સપ્ટમ્બર મહિનાથી જ શરૂ કરી દીધું છે, અને હવે રિપોર્ટસના અનુસાર પીઢ અભિનેત્રી શબાના પણ અન્ય કાસ્ટ સાથે શૂટિંગમાં જોડાઇ છે. ઈમરાન પહેલીવાર આ ફિલ્મમાં શબાના સાથે સ્ક્રીન શેર કરશે.
મૂળ ફિલ્મમાં શ્રીયા સરન હિરોઈન હતી. જોકે, પાર્ટ ટુમાં ઈમરાનની હિરોઈન તરીકે દિશા પટાણી ગોઠવાઈ ગઈ છે.
ફિલ્મના કેટલાય હિસ્સાનું શૂટિંગ બેંગકોકમાં કરાયું છે. હાલના પ્લાનિંગ પ્રમાણે ફિલ્મ આવતાં વર્ષે રજૂ થઈ શકે છે.









