સારા અર્જુને મધુબાલાનો રોલ ભજવવા તૈયારી શરૂ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ : સંજય લીલા ભણસાલી પોતાની હાલની ફિલ્મ'લવ એન્ડ વોર' પૂરી થયા પછી લોકપ્રિય અભિનેત્રી મધુબાલા પર એક બાયોપિકની તૈયારી કરી રહ્યા છે.
'ડાર્લિંગ્સ'ની દિગ્દર્શક જસમીત કે. રીન આ પ્રોજેક્ટનું દિગ્દર્શન કરશે અને 'ધુરંધર'ની અભિનેત્રી સારા અર્જુન આ આઈકોનિક સ્ટારનો રોલ નિભાવવાની તૈયારી કરી રહી છે, જે તેની કારકિર્દીમાં એક મોટુ સીમાચિહ્ન સાબિત થશે.
ફિલ્મનું શૂટ સપ્ટેમ્બરમાં મુંબઈના ગોરેગાંવમાં શરૂ થવાની સંભાવના છે. આ એ જ સ્થળ છે જ્યાં હાલ 'લવ એન્ડ વોર'નું પણ શૂટ થઈ રહ્યું છે. ઓગસ્ટમાં તેનું શૂટ પૂર્ણ થયા પછી પ્રોડક્શન ડિઝાઈન ટીમ બાયોપિક માટે સેટ તૈયાર કરશે. અહેવાલ મુજબ સારાએ આ મુશ્કેલ રોલ માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે.
જસમીત મધુબાલાના વર્તન, વ્યક્તિત્વ અને તેના સમયને વાસ્તવિક રીતે દેખાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સ્ક્રીનપ્લે અને સપોર્ટિંગ કાસ્ટ વિશે હાલ કોઈ જાણકારી જાહેર નથી કરાઈ.
૩૬ વર્ષની વયે અવસાન પામેલી મધુબાલાને 'મુગલ-એ-આઝમ', 'મહલ' અને 'ચલતી કા નામ ગાડી' જેવી ક્લાસીક ફિલ્મો માટે આજે પણ યાદ કરવામાં આવે છે અને હિન્દી સિનેમાની સૌથી સુંદર હિરોઈનોમાંની એક માનવામાં આવે છે.









