Entertainment

સાન્યા મલ્હોત્રા અને આદિત્ય રાવલ રોમેન્ટિક થ્રીલરમાં સાથે દેખાશેે

By GS Team
18 Mar 20261 min read
સાન્યા મલ્હોત્રા અને આદિત્ય રાવલ રોમેન્ટિક થ્રીલરમાં સાથે દેખાશેે

- ફિલ્મનું ટાઈટલ સુંદર પૂનમ હશે    

- રિયલ લાઈફ ઈવેન્ટ પર આધારિત ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી શરૂ કરાશે

મુંબઇ : પરેશ રાવલના પુત્ર આદિત્ય રાવલ તથા  સાન્યા મલ્હોત્રા એક રોમાન્ટિક થ્રીલર ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મને હાલ 'સુંદર પૂનમ' ટાઈટલ અપાયું છે. 

ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ કરવાની યોજના છે. આ ફિલ્મ એર રિયલ લાઇવ ઇવેન્ટથી પ્રેરિત હશે. ફિલ્મના શૂટિંગ  કાશ્મીર, રાજસ્થાન, દિલ્હી અને મુંબઇમાં કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે સાન્યા મલ્હોત્રાએ તાજેતરમાં મુંબઈમાં જુહૂ ખાતે ૧૪.૩ કરોડનું સી ફેસિંગ ઘર ખરીદ્યું છે.  તેણે તાજેતરમાં આ ઘરમાં ગૃહ પ્રવેશ વિધિની તસવીરો શેર કરી હતી.