Get The App

'સરકે ચુનર તેરી સરકે' ગીતમાં અશ્લીલતા મામલે સંજય દત્ત પહોંચ્યો મહિલા આયોગ, ફિલ્મ મેકર્સે માફી માગી

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
'સરકે ચુનર તેરી સરકે' ગીતમાં અશ્લીલતા મામલે સંજય દત્ત પહોંચ્યો મહિલા આયોગ, ફિલ્મ મેકર્સે માફી માગી 1 - image

Sarke Chunar Teri Sarke Controversy: સંજય દત્ત આ દિવસોમાં કન્નડ ફિલ્મ 'કેડી ધ ડેવિલ' ને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું એક ગીત અગાઉ રિલીઝ કરવામાં આવ્યું હતું, જેના બોલ 'સરકે ચુનર તેરી સરકે' હતા. આ ગીત નોરા ફતેહીની સાથે સંજય દત્ત પર ફિલ્માવવામાં આવ્યું હતું. ગીત જ્યારે રિલીઝ થયું ત્યારે તેને લઈને ઘણો હોબાળો મચ્યો હતો. ખાસ કરીને મહિલા વર્ગ તેનાથી ખૂબ નારાજ હતો. આ દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) દ્વારા આ ગીત સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. સંજય દત્ત અને નોરા ફતેહીને કમિશન સમક્ષ હાજર થવા માટે સમન્સ જાહેર કરવામાં આવ્યું હતું. જેથી આજે સંજયદત્તે મહિલા આયોગમાં હાજરી આપી છે.

સંજય દત્તની અભદ્ર અને અશ્લીલ શબ્દો અને પૂછપરછ થશે

સંજય દત્ત રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ હાજર પહોંચ્યા હતા. જ્યાં તેમની પાસે ફિલ્મ 'કેડી ધ ડેવિલ' ના ગીત 'સરકે ચુનર તેરી સરકે' માં અભદ્ર અને અશ્લીલ શબ્દોના ઉપયોગ અંગે પૂછપરછ કરવામાં આવશે.

ફિલ્મના ડાયરેક્ટર સહિતના લોકોએ મહિલા આયોગ સમક્ષ માફી માંગી

આ અગાઉ રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ 'સરકે ચુનર તેરી સરકે' ને લઈને 6 એપ્રિલે ગીતકાર રકીબ આલમ, ડાયરેક્ટર પ્રેમ, અને KVN પ્રોડક્શન્સના પ્રતિનિધિ ગૌતમ કેએમ અને સુપ્રીત હાજર થયા હતા. રિપોર્ટ્સનું માનીએ તો આ દરમિયાન તમામ લોકોએ આયોગ સમક્ષ માફી માંગી હતી. આયોગના જણાવ્યા અનુસાર, તેમના તરફથી લેખિતમાં માફી માંગવામાં આવી હતી અને સ્વીકાર્યું હતું કે આ ગીતથી સમાજમાં નકારાત્મક પ્રભાવ પડ્યો છે.

હિલાઓની ગરિમાની વિરુદ્ધ: NCWના અધ્યક્ષ 

NCWના અધ્યક્ષ વિજયા રહાટકરે આ ગીતના બોલ પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ મહિલાઓની ગરિમાની વિરુદ્ધ છે. તેમણે એ દલીલોને પણ ફગાવી દીધી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમને ગીતના અર્થની જાણકારી ન હતી. વિજયા રહાટકરે ગુસ્સો વ્યક્ત કર્યો હતો કે મહિલાઓની ગરિમા સાથે બાંધછોડ કરી શકાય નહીં.

નોરા ફતેહી બોલી- જાણકારી ન હતી

'સરકે ચુનર તેરી સરકે' ગીતને લઈને વધતા વિવાદને જોતા નોરા ફતેહીએ પણ પ્રતિક્રિયા આપી હતી, જણાવ્યું હતું કે 3 વર્ષ પહેલા આ ગીતને કન્નડ ભાષામાં શૂટ કરવામાં આવ્યું હતું અને તેને આ વાતની બિલકુલ જાણકારી ન હતી કે હિન્દીમાં તેના લિરિક્સ આવા હશે. એટલું જ નહીં, નોરાએ દાવો કર્યો હતો કે તેની પરવાનગી વગર મેકર્સે તેના ફોટાને AI નો ઉપયોગ કરીને આ વિવાદિત લિરિક્સ સાથે જોડી દીધા હતા.

આ પણ વાંચો: 'રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન', AAP નેતાનું ચોંકાવનારું નિવેદન

'કેડી ધ ડેવિલ' ક્યારે રિલીઝ થશે?

હવે જો કન્નડ ફિલ્મ 'કેડી ધ ડેવિલ' વિશે વાત કરવામાં આવે તો તેમાં સંજય દત્ત વિલનના રોલમાં જોવા મળશે. તેમાં ધ્રુવ સરજા લીડ રોલમાં જોવા મળવાના છે. ફિલ્મ 30 એપ્રિલ, 2026 ના રોજ સિનેમાઘરોમાં દસ્તક આપવાની છે. ચાહક તેની આ રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.