- રાજે હજુ સુધી હિરોઈન નક્કી કરી નથી
- સુપર હીરો કન્સેપ્ટ પરની ફિલ્મનું શૂટિંગ આગામી ઓક્ટોબરથી શરૂ થશે
મુંબઇ : સામંથાનો પતિ રાજ સલમાન ખાન સાથે એક સુપરહિરો ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં સામંથાને જ હિરોઈન તરીકે કાસ્ટ કરવામાં આવશે તેવી અટકળો હતી. જોકે, વાસ્તવમાં હજુ રાજે ફિલ્મની હિરોઈન માટે કોઈ નિર્ણય કર્યો નથી. મોટાભાગે સામંથા આ ફિલ્મમાં સલમાનની હિરોઈન નહિ બને તેમ કહેવાય છે.
આ ફિલ્મનું શૂટિંગ ઓકટોબર મહિનામાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્માણ અતુલઅગ્હોત્રી કરવાનો છે. હાલ આ ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ ચાલી રહ્યું છે. સલમાનની 'સિકંદર' ફિલ્મ નિષ્ફળ ગઇ તે પછી તે પોતાની કેરિયર રિવાઈવ કરવા નવા ડાયરેક્ટરો સાથે કામ કરી રહ્યો છે.


