Entertainment

સલમાન ખાનને સંસ્કારી છોકરી જોઈએ, પણ આજકાલ કોઈ ઘરે નહીં બેસે: સલીમ ખાને જણાવ્યું કારણ

By GS Team
10 Jan 20252 mins read
This article was originally published on 10 Jan 2025
TukuTouch Logo
સલમાન ખાન વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજ કરી રહ્યો છે. જ્યારે પણ સલમાનની નવી ફિલ્મ આવે છે, ત્યારે ચાહકો ખૂબ ખુશ થઈ જાય છે. ત્યારે કેટલાક લોકો તેમના અંગત જીવન વિશે પણ જાણવા માંગતા હોય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સલમાન ખાનને સંસ્કારી છોકરી જોઈએ, પણ આજકાલ કોઈ ઘરે નહીં બેસે: સલીમ ખાને જણાવ્યું કારણ

Why Salman Khan Not Married : સલમાન ખાન વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજ કરી રહ્યો છે. જ્યારે પણ સલમાનની નવી ફિલ્મ આવે છે, ત્યારે ચાહકો ખૂબ ખુશ થઈ જાય છે. ત્યારે કેટલાક લોકો તેમના અંગત જીવન વિશે પણ જાણવા માંગતા હોય છે.

આ પણ વાંચો: જિમમાં ઈજાગ્રસ્ત થઈ રશ્મિકા મંદાના, સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'સિકંદર' શૂટિંગ ખોરવાયું

આ અભિનેત્રી સાથે ચર્ચાયુ હતું નામ

સલમાન ક્યારે લગ્ન કરશે, તે અંગે ચાહકોને જાણવામાં વધુ રસ હોય છે. તમને જણાવી દઈએ કે કેટરિના કૈફ, સંગીતા બિજલાની અને સોમી અલી સિવાય સલમાનનું નામ ઐશ્વર્યા રાય સાથે પણ નામ ચર્ચાયું હતું, પરંતુ સલમાને કોઈ સાથે લગ્ન કર્યા નહીં.

સલમાનની વિચારસરણી થોડી અલગ છે: સલીમ ખાન

આ વિશે તાજેતરમાં જ સલમાન ખાનના પિતા સલીમ ખાને વાતચીત દરમિયાન કહ્યું કે, સલમાનના એક તો એ કારણે પણ લગ્ન નથી થઈ રહ્યા કારણ કે, તેની વિચારસરણી થોડી અલગ છે. બાકી ખબર નથી કે, સલમાન સાથે શું વાંધો છે. "સલમાનનો લગાવ કે પ્રેમ, એ વ્યક્તિની સાથે લગાવ રહે છે, કે તે જેની સાથે કામ કરે છે. તેઓ કામ કરતી વખતે વાતચીત  કરે છે. ત્યારે એકબીજા સાથે નજીક આવે છે."

સલમાન સંસ્કારી છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છે છે : સલીમ ખાન

"સલમાન એક સુશીલ અને સંસ્કારી છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છે છે. એવુ પણ નથી કે લગ્ન કરીને તેને ઘરે બેસાડી દેશે. જ્યારે પણ તેને અનુકૂળ થાય, ત્યારે તે તેને બદલવાની કોશિશ કરશે. તે એ છોકરીમાં તેની માતા શોધે છે. પરંતુ એ શક્ય નથી. કામ કરતી કોઈ અભિનેત્રી ઘરે બેસી નથી રહેતી. બાળકોને સ્કૂલમાં મુકવા જવા, ઘરનું ધ્યાન રાખવું."

આ પણ વાંચો: TMKOCના સોઢીએ અન્ન-જળનો કર્યો ત્યાગ, તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ: મિત્રએ વર્ણવી વ્યથા

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાનની ફિલ્મ 'સિકંદર' આવી રહી છે, જેમાં તેની સાથે સહ-કલાકાર તરીકે રશ્મિકા મંદના છે. આ ફિલ્મ માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.