Entertainment

હું મરી જઈશ ત્યાં સુધી સલમાન ખાન મારો પીછો નહીં છોડે..., એક્સ-ગર્લફ્રેન્ડ સોમી અલીનો વધુ એક આરોપ

By GS Team
16 Jul 20263 mins read
TukuTouch Logo
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ફરી ચર્ચામાં છે. પૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીએ 1998ના કાળા હરણ શિકાર કેસમાં સલમાનને બિશ્નોઈ સમાજની માફી માંગવા સલાહ આપી હતી. સોમીના મતે, સલમાન તેને માનસિક રીતે પરેશાન કરી રહ્યો છે અને દુબઈમાં તેની સાવકી બહેનને મળીને તેની સાથે કનેક્ટ થવાના બહાના શોધે છે. સોમીએ કહ્યું, "હું જીવીત છું ત્યાં સુધી સલમાન મને હેરાન કરશે."

Summarized by AI; it may make mistakes. Check important info

હું મરી જઈશ ત્યાં સુધી સલમાન ખાન મારો પીછો નહીં છોડે..., એક્સ-ગર્લફ્રેન્ડ સોમી અલીનો વધુ એક આરોપ

No Escape Until Die: બોલિવૂડ એક્ટર સલમાન ખાન ફરી એકવાર ભારે ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેની ચર્ચાનું કારણ તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ સોમી અલીનું એક અત્યંત ચોંકાવનારું નિવેદન છે. સોમી અલીએ દાવો કર્યો છે કે તેણે સલમાન ખાનને તેના પ્રાઇવેટ નંબર પર પર્સનલ મેસેજ કરીને 1998ના બ્લેક બક (કાળા હરણ) શિકારના કેસમાં બિશ્નોઈ સમાજના મંદિરે જઈને માફી માંગી લેવા માટે સલાહ આપી હતી, પરંતુ સલમાને તેની વાત પર સહેજ પણ ધ્યાન આપ્યું નથી.

એક ખાસ ઇન્ટરવ્યુમાં સોમી અલીએ જણાવ્યું કે, "મેં સલમાનને પર્સનલ ટેક્સ્ટ મેસેજ મોકલીને કહ્યું હતું કે હજી પણ સમય છે, તું બિશ્નોઈ સમાજના મંદિરે જા અને તેં જે ખોટું કર્યું છે તેના માટે હાથ જોડીને માફી માંગી લે. જો તું માફી માંગી લઈશ તો બધું જ ઠીક થઈ જશે." સોમીએ ઉમેર્યું કે તેણે માત્ર સલમાનને જ નહીં, પરંતુ બિશ્નોઈ સમાજના લોકોને પણ અપીલ કરી હતી. તેણે સમાજના લોકોને વિનંતી કરતા કહ્યું હતું કે, "સલમાનનો જીવ લેવાથી તમારું કાળું હરણ પાછું આવવાનું નથી, હું સલમાન વતી હાથ જોડીને વિનંતી કરું છું કે તેને માફ કરી દો." જોકે, સોમીના કહેવા પ્રમાણે બંને તરફથી તેને કોઈ જ રિસ્પોન્સ મળ્યો નથી.

"હું જીવીત છું ત્યાં સુધી સલમાન મને હેરાન કરશે"

જ્યારે સોમીને પૂછવામાં આવ્યું કે તે શા માટે સલમાન પાસે માફી મંગાવવા માંગે છે અને તે પોતાના જીવનમાં આગળ કેમ નથી વધી રહી? ત્યારે સોમીએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે,

"સમસ્યા એ છે કે તે મને શાંતિથી જીવવા નથી દેતો. જ્યારે તાજેતરમાં ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ફાયરિંગ થયું, ત્યારે સલમાન દુબઈ ભાગી ગયો હતો. ત્યાં જઈને તે મારી સાવકી બહેનને મળ્યો, જેની સાથે મારે કોઈ વાતચીત પણ નથી. સલમાને તેની બહેનના દીકરા દ્વારા શરૂ કરાયેલી સ્કૂલનું ઇનોગરેશન પણ કર્યું. તે ગમે તેમ કરીને મારી સાથે કનેક્ટ રહેવાના બહાના શોધે છે. તે મને માનસિક રીતે હેરાન કરવા માંગે છે અને મને આગળ વધતી રોકવા માંગે છે."

સોમીએ ડર વ્યક્ત કરતા એમ પણ કહ્યું કે, "હું જ્યાં સુધી મરી નહીં જાઉં, ત્યાં સુધી તે મારો પીછો છોડવાનો નથી." આ સાથે જ તેણે સલમાન ખાનને ભારે કંજૂસ પણ ગણાવ્યો હતો.

શું છે સમગ્ર બ્લેક બક વિવાદ?

આ વિવાદ વર્ષ 1998નો છે, જ્યારે રાજસ્થાનના જોધપુરમાં ફિલ્મ 'હમ સાથ-સાથ હૈં'ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર બે કાળા હરણના શિકારનો આરોપ લાગ્યો હતો. બિશ્નોઈ સમાજ કાળા હરણને અત્યંત પવિત્ર અને પૂજનીય માને છે, જેથી આ ઘટના બાદથી જ બિશ્નોઈ સમાજ દ્વારા સલમાન ખાનનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2018માં જોધપુરની એક અદાલતે સલમાન ખાનને આ કેસમાં દોષિત ઠેરવીને 5 વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે, બાદમાં સલમાનને જામીન મળી ગયા હતા અને આ કેસ હાલમાં પણ કોર્ટમાં પેન્ડિંગ છે. આ જ કેસને કારણે છેલ્લા કેટલાક સમયથી સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે.

સલમાન ખાન અને સોમી અલીનો સંબંધ

1990ના દાયકામાં સલમાન ખાન અને સોમી અલીનો સંબંધ બોલિવૂડમાં ભારે ચર્ચાનો વિષય રહ્યો હતો. બંને ઘણા વર્ષો સુધી એકબીજા સાથે રિલેશનશિપમાં રહ્યા હતા, પરંતુ બાદમાં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. બ્રેકઅપ પછી સોમી અલીએ સલમાન ખાન પર અનેક વખત ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં સંબંધો દરમિયાન શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ, સલમાન ખાને ક્યારેય સોમીના આ આરોપો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.