Entertainment

સલમાન ખાને આવતા વરસની ઇદ પરની ફિલ્મ રિલીઝ ફાઇનલ કરવાના મુડમાં

By GS Team
20 Mar 20261 min read
સલમાન ખાને આવતા વરસની ઇદ પરની ફિલ્મ રિલીઝ ફાઇનલ કરવાના મુડમાં

- અભિનેતા રાજૂ અને વામશી પેડિપલ્લી સાથે વાતચીત કરી રહ્યો છે

મુંબઇ: આ વરસની ઇદ પર સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થઇ નથી. પરંતુ એક રિપોર્ટના અનુસાર, અભિનેતા આવતા વરસની ઇદના દિવસે પોતાની ફિલ્મ રિલીઝ કરવા માટે વાતચીત કરી રહ્યો છે. 

સલમાન હાલ રાજૂ અને વામશી પેડિપલ્લી સાથે ૨૦૨૭ની ઇદના દિવસે ફિલ્મ રિલીઝ કરી શકે તે માટેના શેડયુલ માટે વાતચીત કરી રહ્યો છે. 

સૂત્રોના અનુસાર, આ એક એકશનથી ભરપુર કમર્શિયલ એન્ટરટેનર બનશે. સલમાનનું પાત્ર દર્શકોને પસંદ પડનારું હશે. 

હાલ આ ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ ચાલી રહ્યું છે અને એપ્રિલ મહિનામાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. 

ફિલ્મમાં વીએફએક્સનું ઘણુ ંકામ હશે.

આ ફિલ્મ આવતા વરસની ઇદના દિવસે રિલીઝ કરવામાં આવશે તેવું સલમાનને આશ્વાસન આપ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, ૨૦૨૫ના સલમાનની સિકંદર ફિલ્મ રિલીઝ થઇ હતી. જે બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઇ હતી.