Get The App

સુપરસ્ટાર' હોવા છતાં સલમાન ખાનને આ વાતનું દુ:ખ, કહ્યું- '25 વર્ષથી ડિનર માટે બહાર નથી ગયો કારણ કે...'

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
સુપરસ્ટાર' હોવા છતાં સલમાન ખાનને આ વાતનું દુ:ખ, કહ્યું- '25 વર્ષથી ડિનર માટે બહાર નથી ગયો કારણ કે...' 1 - image


Image Source: Twitter

Salman Khan: સલમાન ખાને સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહેલા રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. તે ફેસ્ટિવલમાં એવોર્ડ પ્રેઝન્ટર પણ હતા. ગુરુવારે એક્ટરે ફેસ્ટિવલના એક સેશનમાં ભાગ લીધો હતો, જ્યાં તેણે પોતાનું કરિયર, વ્યક્તિગત અનુભવો અને પોતાની જર્નીના બદલાતા ફેઝ પર વાત કરી. 

મારી દુનિયા હવે કામ, ટ્રાવેલ અને થોડા જૂના મિત્રો સુધી જ મર્યાદિત રહી છે

અહીં સલમાને સ્વીકાર્યું કે, 'મારી દુનિયા હવે કામ, ટ્રાવેલ અને થોડા જૂના મિત્રો સુધી જ મર્યાદિત રહી ગઈ છે. કેટલાક લોકો જેમને હું નજીકના માનતો હતો તે હવે મારી લાઈફનો હિસ્સો નથી. મેં મારા જીવનનો મોટાભાગનો સમય મારા પરિવાર અને મિત્રો સાથે વિતાવ્યો છે, અને તેમાંથી ઘણા લોકો મારી લાઈફમાં નથી રહ્યા. હવે માત્ર 4-5 લોકો જ મારી સાથે છે.'

હું 25 વર્ષથી ડિનર માટે બહાર નથી ગયો

સેશનમાં તેણે જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં મારું રુટિન અનુશાસનથી ભરેલું રહ્યું છે.  25-26 વર્ષથી હું  ડિનર માટે બહાર નથી ગયો. કારણ કે, ઘરથી શૂટિંગ, શૂટિંગથી ઘરે, એરપોર્ટથી હોટેલ... બસ આ જ મારી લાઈફ છે. 

જોકે, સલમાને કહ્યું કે, આ ડેડિકેશન પાછળ ચાહકો તરફથી મળતો પ્રેમ મારા માટે મોટિવેશન બને છે. આટલી ઈજ્જત અને પ્રેમ મળે છે, તેના માટે જ મહેનત કરું છું.'

આ પણ વાંચો: શત્રુઘ્ન અને રેખા વચ્ચે 20 વર્ષ સુધી અબોલા રહ્યાં, કારણ જાણીને વિશ્વાસ નહીં થાય

તમને જણાવી દઈએ કે, સલમાન આ ફેસ્ટિવલમાં બીજી વખત હાજરી આપી રહ્યો છે. તેણે અગાઉ ગોલ્ડન ગ્લોબ્સ ગાલામાં હાજરી આપી હતી, જ્યાં તે ઈડરીસ એલ્બા અને એડગર રામિરેઝ જેવી ગ્લોબલ હસ્તીઓ સાથે જોવા મળ્યો હતો.