Entertainment

ફરી વિવાદોમાં ફસાયો સલમાન ખાન! બીઈંગ હ્યુમન જ્વેલરી ફ્રોડ કેસ 'દબંગ' ખાનને કોર્ટની નોટિસ; જાણો મામલો

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
ચંડીગઢમાં 'બીઇંગ હ્યુમન જ્વેલરી' શોરૂમના કથિત ફ્રોડ કેસમાં સલમાન ખાન, તેની બહેન અલવીરા અને અન્યોને કોર્ટે નોટિસ ફટકારી છે. બિઝનેસમેન અરુણ ગોયલે 3 કરોડના નુકસાનનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે, શોરૂમ ખોલ્યા બાદ કંપની તરફથી કોઈ સહયોગ મળ્યો નથી. 5 ઓક્ટોબર સુધીમાં કોર્ટમાં જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફરી વિવાદોમાં ફસાયો સલમાન ખાન! બીઈંગ હ્યુમન જ્વેલરી ફ્રોડ કેસ 'દબંગ' ખાનને કોર્ટની નોટિસ; જાણો મામલો

Being Human Jewellery Cheating Case: બોલિવૂડના દબંગ સલમાન ખાન અને તેની બહેન અલવીરા ખાન કાનૂની મુશ્કેલીમાં મૂકાયા છે. ચંડીગઢમાં બીઈંગ હ્યુમન જ્વેલરી શોરૂમ સાથે જોડાયેલા કથિત ફ્રોડ કેસમાં મોટું અપડેટ સામે આવ્યું છે. ચંડીગઢની ડિસ્ટ્રિક્ટ કોર્ટે સલમાન ખાન, તેની બહેન અલવીરા અને સંબંધિત કંપની સ્ટાઈલ એન્ડ ક્યુન્ટેન્ટ જ્વેલરી પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટરો સહિત અન્ય લોકોને લીગલ નોટિસ ફટકારી છે. કોર્ટે તમામને તેમની સામે લગાવવામાં આવેલા આરોપો પર 5 ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરવા અને હાજર રહેવા આદેશ આપ્યો છે.

સલમાન ખાનને કોર્ટની નોટિસ

આ મામલો મણીમાજરાના રહેવાસી બિઝનેસમેન અરુણ ગોયલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે નોંધાયો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, બીઈંગ હ્યુમન બ્રાન્ડના નામે જ્વેલરી શોરૂમ ખોલાવવા દરમિયાન મારી સાથે ફ્રોડ થયો હતો, જેના કારણે મને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ફરિયાદી અરુણના જણાવ્યા પ્રમાણે તેમણે મણીમાજરાના NAC વિસ્તારમાં લગભગ 3 કરોડના ખર્ચે બીઈંગ હ્યુમન જ્વેલરીનો શોરૂમ શરૂ કર્યો હતો. આ માટે તેમણે સ્ટાઈલ એન્ડ ક્યુન્ટેન્ટ જ્વેલરી પ્રાઈવેટ લિમિટેડ સાથે એગ્રીમેન્ટ કર્યો હતો. તેમનું કહેવું છે કે, કંપનીની તમામ શરતોનું પાલન કરવામાં આવ્યું હતું. શોરૂમ તૈયાર કરવામાં લગભગ 1 કરોડનો ખર્ચ થયો હતો. આ ઉપરાંત બીઈંગ હ્યુમન બ્રાન્ડની જ્વેલરી પણ સ્ટોરમાં રાખવામાં આવી હતી.

ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કંપની સાથે જોડાયેલા 6 લોકોએ મને ખોટો ભરોસો આપીને શોરૂમ ખોલાવ્યો. શોરૂમ શરૂ થયા બાદ કંપની તરફથી કોઈ ન સહયોગ મળ્યો. ફરિયાદીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, જે સ્ટોરમાંથી મને બીઈંગ હ્યુમન બ્રાન્ડની જ્વેલરી સપ્લાય થવાની હતી, તે ફેબ્રુઆરી 2020થી બંધ પડ્યો છે. જેના કારણે મને નવો સામાન ન મળી શક્યો અને બિઝનેસ પ્રભાવિત થયો હતો.

3 કરોડથી વધુનું આર્થિક નુકસાન

અરુણનું કહેવું છે કે, મને 3 કરોડનું નુકસાન થયું છે. હું 2021માં પોલીસ પાસે ગયો હતો, પરંતુ તેમણે મને સિવિલ કોર્ટમાં જવા કહ્યું હતું. ત્યારબાદ મેં 2023માં કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. મેં તમામ દસ્તાવેજો સોંપ્યા છે. મેં 3 કરોડથી વધુનું આર્થિક નુકસાન અને માનસિક તણાવ સહન કર્યો છે.

કોર્ટ તરફથી જારી કરવામાં આવેલી નોટિસ અંગે હજુ સુધી ખાન પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.