Get The App

કાર પર પોલીસ લખેલાં સ્ટીકર માટે રોહિત શેટ્ટી વિવાદમાં

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
કાર પર પોલીસ લખેલાં સ્ટીકર માટે રોહિત શેટ્ટી વિવાદમાં 1 - image

- પોલીસ રક્ષણ મળ્યું તો કાર પર સ્ટીકર લગાવ્યાં

- ઘર પર ફાયરિંગની ઘટના બાદ ઓળખ માટે સ્ટીકર લગાડયાનો દિગ્દર્શકનો દાવો

મુંબઇ : ફિલ્મ સર્જક  રોહિત શેટ્ટીએ પોતાની બે એસયુવી કારને કસ્ટમાઇઝ કરીને તેના  પર પોલીસના સ્ટ્કિર લગાડતાં વિવાદ સર્જાયો છે. હવે રોહિત શેટ્ટીએ સ્પષ્ટતા આપી છે કે તેનાં ઘર પર ફાયરિંગ થયા બાદ પોલીસ રક્ષણ મેળવ્યા પછી ઓળખ માટે આ સ્ટીકર લગાડાયાં હતાં. હવે આ સ્ટીકર કાઢી નાખવામાં આવ્યાં છે. 

 મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૮ની ૧૭૭ના ધારા અનુસાર,  આ બન્ને કામ ગેરકાયદેસર છે. પોલીસ સિવાય કોઇ પણ આ વસ્તુઓનો ઉપયોગ કરી શકે નહીં. જોકે, ફાયરિંગ થયા બાદ સતત પોલીસ રક્ષણ હેઠળ જ ફરી રહેલા રોહિત શેટ્ટીએ પોતાની કાર પર પણ પોલીસ વાહન તરીકેનાં સ્ટીકર લગાડી દેતાં વિવાદ થયો હતો. 

રોહિત શેટ્ટીના પ્રવક્તાએ બચાવ કર્યો હતો કે તેની સાથે હજુ પણ બે પોલીસ કર્મીઓ સતત સુરક્ષા માટે સાથે જ હોય છે. પરંતુ, વધુ વિવાદ ન થાય તે માટે તેમણે આ સ્ટીકર્સ હવે  કાઢી નાખ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટીનાં મુંબઈનાં જુહૂ ખાતેના બંગલા પર લોરેન્સ  બિશ્નોઈ ગેંગ દ્વારા ગોળીબાર કરાયો હતો. આ કેસના મોટાભાગના આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે.