PHOTOS: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rashmika Mandanna Vijay Deverakonda Wedding: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેવરિટ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ઉદયપુરની આઈટીસી હોટલ મેમેન્ટોસ ખાતે યોજાયેલા આ ભવ્ય સમારોહમાં બંનેના આજે સૌ પ્રથમ તેલુગુ રીતિ-રિવાજ મુજબ લગ્ન સંપન્ન થઈ ગયા હતા. ત્યારબાદ સાંજે 5 વાગ્યે રશ્મિકાના વતન કુર્ગની પરંપરા મુજબ 'કોડવા' રીત-રિવાજ મુજબ લગ્ન સંપન્ન થયા. ત્યારબાદ હવે રશ્મિકા-વિજયનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. રશ્મિકા અને વિજયે લગ્ન સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
'વિરોશ' ના લગ્નની પ્રથમ તસવીર
પ્રતીક્ષાનો અંત આવ્યો છે, રશ્મિકા અને વિજયના લગ્નની પ્રથમ તસવીરો સામે આવી ગઈ છે. કપલે ખૂબ જ વ્હાલભર્યા કેપ્શન સાથે આ ફોટા શેર કર્યા છે.
લગ્નની આ પ્યારી તસવીરમાં વિજય અને રશ્મિકા એકબીજાની ખૂબ જ નજીક જોવા મળી રહ્યા છે. લાલ અને ગોલ્ડન વેડિંગ આઉટફિટમાં સજ્જ આ બંનેના ચહેરા પર સાચો પ્રેમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. આ તસવીર સાથે શેર કરેલા કેપ્શનમાં વિજયે પોતાના દિલની વાત અત્યંત ભાવુક અંદાજમાં કહી છે. તેણે લખ્યું કે, "એક દિવસ મને રશ્મિકાની એટલી બધી ખોટ અનુભવાઈ કે મને લાગ્યું કે જો તે સાથે હોત તો દિવસ વધુ સારો હોત, જમવાનું વધુ સ્વાદિષ્ટ લાગત, વર્કઆઉટ સજાને બદલે મજેદાર લાગત અને અમે જ્યાં પણ હોત, ત્યાં જ ઘર જેવો સુકૂન મળી જાત." અંતમાં તેણે ખૂબ જ સુંદર રીતે લખ્યું કે, "તેથી જ મેં મારી બેસ્ટ ફ્રેન્ડને જ મારી પત્ની બનાવી લીધી." 26.02.2026 ના રોજ શેર કરાયેલું આ કેપ્શન તેમના સંબંધોની ગહનતા અને સાચા પ્રેમને ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કરે છે.
નવી દુલ્હન રશ્મિકાએ વ્યક્ત કરી પોતાની લાગણીઓ
રશ્મિકાએ પણ લગ્નની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, પરંતુ એક અલગ કેપ્શન અને પ્રેમભરી નોંધ સાથે. નવી નવેલી દુલ્હને લખ્યું કે- "હાય મારા વ્હાલાઓ, હવે હું તમને બધાને મળાવું છું- મારા પતિ મિસ્ટર વિજય દેવરકોંડા સાથે. એ વ્યક્તિ જેણે મને શીખવ્યું કે સાચો પ્રેમ કેવો હોય છે. એ વ્યક્તિ જેણે મને જણાવ્યું કે સુકૂનમાં રહેવું એટલે શું. એ વ્યક્તિ જે દરરોજ મને કહેતો હતો કે મોટા સપના જોવામાં કંઈ જ ખોટું નથી અને હંમેશા મને ખાતરી અપાવતો રહ્યો કે મેં જે વિચાર્યું છે તેના કરતા પણ વધુ હું હાંસલ કરી શકું તેમ છું."
"તે એક એવો માણસ છે જેણે મને ક્યારેય એ રીતે ડાન્સ કરતા અટકાવી નથી કે જાણે કોઈ જોઈ જ ન રહ્યું હોય. તે વ્યક્તિ જેણે મને બતાવ્યું કે મિત્રો સાથે ફરવું એ દુનિયાની સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. સાચું કહું તો, હું આ માણસ પર આખી કિતાબ લખી શકું તેમ છું. હું આજે જે કંઈ પણ છું, જે સ્ત્રી બનવાનું મેં હંમેશા સપનું જોયું હતું - તે હું એટલા માટે બની શકી કારણ કે તમે મને તે બનવામાં સાથ આપ્યો. હું ખરેખર ખૂબ જ ધન્ય છું."
"વિજ્જુ, તારા માટે હું જે અનુભવું છું તેને શબ્દોમાં વ્યક્ત કરવા માટે મારી પાસે હંમેશા શબ્દો ખૂટી પડે છે — આ વાત મેં તને હંમેશા કહી છે. પરંતુ હવે અચાનક મારી બધી સફળતાઓ, સંઘર્ષો, ખુશીઓ, દુઃખ, જિંદગી — આ બધું જ વધુ અર્થપૂર્ણ લાગવા માંડ્યું છે... કારણ કે તું મારી સાથે છે — દરેક પળના સાક્ષી તરીકે, દરેક વસ્તુના સૌથી મોટા હિસ્સા તરીકે. હું તારી પત્ની બનવા માટે, તારી પત્ની કહેવાવા માટે ખૂબ જ, ખૂબ જ, ખૂબ જ ઉત્સાહિત છું. હવે તો પૂરેપૂરો જશ્નનો સમય છે. ચાલો, સાથે મળીને આપણી જિંદગીની સૌથી સુંદર વાર્તા લખીએ. હું તને ખૂબ પ્રેમ કરું છું."
કોડવા રીતરિવાજથી લગ્ન સંપન્ન
વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નની વિધિ ઉદયપુરમાં કોડવા રીતરિવાજથી સંપન્ન થઈ છે. શુભ મુહૂર્ત સાંજે 5 વાગ્યાનું હતું, અને કોડવા (કૂર્ગી) વિધિ સામાન્ય રીતે 1-2 કલાક સુધી ચાલે છે. દિવસનો બીજો સમારોહ રશ્મિકાની પરંપરાઓ અને રિવાજ અનુસાર હતો. આ અગાઉ બંનેએ તેલુગુ રીતરિવાજથી લગ્ન કર્યા હતા, જેને વિજયના પરિવારની પરંપરાઓના સન્માનમાં યોજવામાં આવ્યા.
શું છે કોડવા વેડિંગ?
ભારતીય સંસ્કૃતિ તેના વૈવિધ્યસભર રીત-રિવાજો અને વિશિષ્ટ લગ્ન સંસ્કારોને કારણે વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવે છે. આ પરંપરાઓનું એક ઉત્તમ ઉદાહરણ કર્ણાટકના કોડગુ (કૂર્ગ) વિસ્તારમાં જોવા મળે છે, જ્યાં 'કોડવા સમુદાય' વસે છે. પોતાની ભવ્ય લોક સંસ્કૃતિ, સ્વાદિષ્ટ ભોજન અને સદીઓ જૂની પ્રથાઓ માટે જાણીતા આ સમુદાયની જીવનશૈલીની સાચી ઝલક તેમના લગ્ન પ્રસંગોમાં જોવા મળે છે.
કોડવા સમુદાયમાં લગ્નોત્સવની અનોખી ઓળખ
કોડવા સમુદાયમાં લગ્નનો ઉત્સવ 'મંગલા' તરીકે ઓળખાય છે, જે અત્યંત ઉલ્લાસ અને રંગબેરંગી વાતાવરણમાં ઉજવાય છે. આ લગ્ન માત્ર મનોરંજન કે જમણવાર પૂરતા સીમિત નથી, પરંતુ તે પરિવારજનો અને મિત્રો માટે પરસ્પર પ્રેમ અને ખુશીઓ વહેંચવાનું એક મહત્ત્વનું માધ્યમ છે.
આ પણ વાંચો: સિદ્ધાંત ચતુર્વેદીની નવી ફિલ્મ અલીજેહ અગ્નિહોત્રી સાથે
પવિત્ર અગ્નિ વગર જ સંપન્ન થાય છે મંગલા વિધિ
આ લગ્ન વિધિની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે તેમાં પ્રચલિત હિન્દુ લગ્નોની જેમ કોઈ પંડિત કે પૂજારીની હાજરી હોતી નથી. એટલું જ નહીં, અહીં પવિત્ર અગ્નિની આસપાસ ફેરા લેવાની પણ પ્રથા નથી. આ સમગ્ર મંગળ વિધિનું સંચાલન પરિવારના વડીલો દ્વારા જ કરવામાં આવે છે. વર-વધૂ અને બંને પક્ષના લોકો પોતાના પૂર્વજોનું સ્મરણ કરી 'કાવેરી અમ્મા' (દેવી કાવેરી)ના આશીર્વાદ મેળવે છે. એક પવિત્ર દીવાની સાક્ષીએ અત્યંત સાદગીપૂર્ણ રીતે લેવામાં આવતા આ આશીર્વાદ કોડવા લગ્નને સરળ છતાં આધ્યાત્મિક રીતે અત્યંત ગહન બનાવે છે.
સોશિયલ મીડિયા પર આ જોડીની AI તસવીરો વાઇરલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગ્ન પૂર્વેના ફંક્શનમાં રશ્મિકાએ પોતાની ફિલ્મ 'પુષ્પા 2'ના ગીતો પર ડાન્સ કરીને મહેમાનોનું દિલ જીતી લીધું હતું. તેમજ સોશિયલ મીડિયા પર આ જોડીની ફેક AI તસવીરો વાઇરલ થઈ રહી છે, પરંતુ કપલે હજી સુધી લગ્નની ઓફિશિયલ તસવીરો શેર કરી નથી.









