Entertainment

પોલીસની વિનંતી બાદ રશ્મિકાએ રિસેપ્શનમાં ગેસ્ટની યાદી ટૂંકાવી

By GS Team
4 Mar 20261 min read
પોલીસની વિનંતી બાદ રશ્મિકાએ રિસેપ્શનમાં ગેસ્ટની યાદી ટૂંકાવી

- આજે હૈદરાબાદમાં રિસેપ્શન યોજાશે   

- ફક્ત આમંત્રિતો સિવાય બાકીના ચાહકોને ઉમટી નહિ પડવા માટે અપીલ પણ કરી

મુંબઇ : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું રિસેપ્શન ચોથી માર્ચે હૈદરાબાદમાં યોજાઇ રહ્યું છે. તેવામાં યુગલે પોતાના વેડિંગ રિસેપ્શન માટે એક પોસ્ટ શેર કરીને ફક્ત આમંત્રિતો જ આવે અને ચાહકો તેમજ અન્ય લોકો  ઉમટી ન પડે તેવી અપીલ કરી છે. 

 રશ્મિકા અને વિજય પહેલાં તો તેલુહુ, હિંદી, તમિલ,મલયાલમ અને કન્નડ ફિલ્મ જગતની હસ્તીઓ,  રાજકારણીઓ અને ઊચ્ચ ઓફિસરોને મોટાપાયે આમંત્રણ આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ, ભીડ તથા ટ્રાફિક મેનેજમેન્ટની મુશ્કેલીઓ રજૂ કરી પોલીસે તેમને ગેસ્ટ લિસ્ટ ટૂંકાવવા જણાવ્યું હતું. તે પછી તેમણે  નિમંત્રિતોની યાદી ટૂંકી કરી નાખી હતી. રિસેપ્શન સ્થળ આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. વીવીઆઈપી મુવમેન્ટ માટે વાહનોની અવરજવર પણ નિયંત્રિત કરાશે. 

હૈદરાબાદમાં તાજેતરના સમયમાં સેલિબ્રિટીઝને નિહાળવા માટે ચાહકોની ભીડને લીધે ધક્કામુક્કીના અનેક બનાવ બન્યા હોવાથી પોલીસ કોઈ અનિચ્છનિય દુર્ઘટના ટાળવા માટે પૂરતાં પગલાં લઈ રહી છે.