કરોડોના ચેક સાથે રણવીર સિંહે 3 કલાક સુધી કરી વિનંતી પણ મેં ચોખ્ખી ના પાડી, મુકેશ ખન્નાનો ચોંકાવનારો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mukesh Khanna Rejects Ranveer For Shaktimaan: ભારતીય ટેલિવિઝનના સુપરહિટ શૉ 'શક્તિમાન'થી ઘરે-ઘરે લોકપ્રિય બનેલા અભિનેતા મુકેશ ખન્નાએ મોટો ખુલાસો કર્યો છે. શક્તિમાન પર આધારિત આગામી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે બોલિવૂડ એક્ટર રણવીર સિંહ ખૂબ જ ઉત્સુક હતો. રણવીરે મુકેશ ખન્નાને મનાવવા માટે લગભગ 3 કલાક સુધી સતત વિનંતીઓ કરી હતી, પરંતુ મુકેશ ખન્નાએ તેને શક્તિમાનના રોલ માટે સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. પોતાના સિદ્ધાંતો ખાતર લીધેલા આ નિર્ણયના કારણે મુકેશ ખન્નાને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પણ વેઠવું પડ્યું છે.
રણવીરે 3 કલાક સુધી જમીન પર બેસી મનાવવાનો પ્રયાસ કર્યો
એક વાતચીતમાં મુકેશ ખન્નાએ જણાવ્યું હતું કે,
"રણવીર શક્તિમાન બનવા માટે ખૂબ ઉત્સાહિત હતો. તે મારી પાસે 3 કલાક સુધી બેઠો રહ્યો અને તેણે મને મનાવવાના તમામ પ્રયાસો કર્યા. મને તેને ના પાડતી વખતે ખરાબ પણ લાગી રહ્યું હતું, પરંતુ શક્તિમાન માટે જે ચહેરો મને જોઈતો હતો તે મને રણવીરમાં દેખાયો નહીં."
તેમણે રણવીરની અદ્ભુત એનર્જી વિશે વાત કરતાં ઉમેર્યું કે, "તે 3 કલાક દરમિયાન રણવીર અત્યંત એનર્જેટિક હતો. તે મારી પાસે જમીન પર બેસીને સમગ્ર વાર્તા સમજાવી રહ્યો હતો. અચાનક પાછળથી આદિત્ય ચોપડા પણ આવ્યા. મેં દેવ આનંદ સાહેબ પછી આટલો એનર્જેટિક એક્ટર ક્યારેય નથી જોયો. તે એક જગ્યાએ સ્થિર બેસી જ નહોતો શકતો—ક્યારેક અહીં, ક્યારેક ત્યાં, તો ક્યારેક ટેબલ પર પણ ચઢીને બેસી જતો હતો."
હાથમાં કરોડોનો ચેક હતો છતાં નકારી દીધો: મુકેશ ખન્ના
પ્રોજેક્ટ રિજેક્ટ કરવા પાછળનું કારણ જણાવતાં મુકેશ ખન્નાએ કહ્યું કે, "કોમર્શિયલ દૃષ્ટિએ મેં મૂર્ખ જેવો વ્યવહાર કર્યો. મારા હાથમાં કરોડો રૂપિયાનો ચેક હતો. મારી ઓફિસના લોકો કહેતા હતા કે 'સર, ચેક લઈ લો, પછી લડી લઈશું.' પણ મેં કહ્યું કે મારા માટે પૈસા સિદ્ધાંતોથી મોટા નથી. મેં પહેલો ચેક લીધો હતો પણ બીજો ચેક આવવાનો હતો તે અટકાવી દીધો."
તેમણે આગળ ખુલાસો કર્યો કે,
"મેં તેમને કહ્યું હતું કે મારી સલાહ લઈને જ ફિલ્મ બનાવવી પડશે. પરંતુ તેમની શરત એવી હતી કે 'અમે સલાહ લઈશું પણ કામ અમારી રીતે જ કરીશું.' મેં સ્પષ્ટ ના પાડી દીધી કારણ કે કાલે ઉઠીને તેઓ શક્તિમાનને ડિસ્કોમાં ડાન્સ કરતો બતાવી દે કે અન્ય કંઈપણ કરી નાખે. મેં શક્તિમાનની લેગસીને સુરક્ષિત રાખવા માટે આ નિર્ણય લીધો."
ટ્રોલર્સને જવાબ આપતાં તેમણે કહ્યું કે, "હું શા માટે આગળ વધી જાઉં? શક્તિમાન મારું સર્જન છે."
1997માં શરૂ થયેલા 'શક્તિમાન'નો ઐતિહાસિક ક્રેઝ
- શરૂઆત અને અંત: શક્તિમાન શૉ સૌપ્રથમ વર્ષ 1997માં ટેલિકાસ્ટ થયો હતો અને તેનો ફાઇનલ એપિસોડ વર્ષ 2005માં પ્રસારિત થયો હતો.
- સ્ટાર કાસ્ટ: એક્શન-ફિક્શન આધારિત આ શોમાં મુકેશ ખન્નાની સાથે વૈષ્ણવી, સુરેન્દ્ર પાલ, ટોમ અલ્ટર, નવાબ શાહ અને કિટુ ગિડવાની જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.




