Entertainment

રણબીર કપૂરે આર કે સ્ટુડિયોઝ માટે અંધેરીમાં 20 વરસ માટે લીઝ પર જગ્યા લીધી

By GS Team
22 Feb 20261 min read
રણબીર કપૂરે  આર કે સ્ટુડિયોઝ માટે અંધેરીમાં 20 વરસ માટે લીઝ પર જગ્યા લીધી

- હાઇ-ટેક સુવિધા સાથે જુન મહિનામાં આ સ્ટુડિયો ધમધમવા લાગશે

મુંબઇ : રણબીર કપૂર અને પરિવારે આર કે સ્ટુડિયોને ફરી ધમધમતો કરવાની યોજના બનાવી લીધી છે. આ માટે તેમણે અંધેરીના એક કોમર્શિયલ બિલ્ડિંગમાં પાંચ માળ ૨૦ વરસની લીઝ પર લીધા છે. હાલ ત્યાં નવીનીકરણ ચાલી રહ્યું છે અને વિવિધ ટેકનિકોવાળો આ સ્ટુડિયોને જુન મહિનાથી ધમધમતો કરવામાં આવશે. 

મળેલી માહિતી અનુસાર, આ સ્ટુડિયોને અત્યાધુનિક કન્ટેટનું પાવરહાઉસ બનાવવાની તૈયારી થઇ રહી છે. રિપોર્ટસના અનુસાર, પહેલો માળ ૧૫,૦૦૦ સ્કે.ફૂટનો હશે. જેમાં મુખ્ય એલઇડી સાઉડસ્ટેજ ઉપરાંત અન્ય સુવિધાઓ હશે. બીજા માળ પર વીએફએક્સ યૂનિટસ અને પરિવારની ઓફિસો માટે રાખવામાં આવશે. ત્રીજા માળેે સંગીત અને પોસ્ટ-પ્રોડકશનનું કામ કરવામાં આવશે. જેમાં ૧૨ રેકોર્ડિંગ સ્ટુડિયો અને ૨૫ એડિટિંગ ,આઠ ડબિગં સૂટ અને વચમાં એક નાનકડું મંદિર કરવામા આંવશે.જે કપૂર પરિવારની પરપરાને જાળવી રાખશે. ચોથા માળ બે અંગત સ્ક્રીનિંગ થિયેટર હશે જેમાં ૨૦૦ સીટ અને ૩૦ વિતરણ  રૂમો હશે.પાચમાં માળ પર ૪૦ આલિશાન ગ્રીન રુમ, ૪૦૦ સીટ વાળી કાફેટેરિયા અને આરકેની યાદગાર વસ્તુઓ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂરના દાદા રાજ કપૂરનો આર કે સ્ટુડિયો ૧૯૪૮માં શરૂ કરવામાં આવ્યો હતો. જે ચેમ્બુરમાં હતો. 

પરંતુ આ પ્રોપર્ટી  ગોદરેજ પ્રોપર્ટીઝને ૧૮૦ કરોડમાં વેંચી દેવામાં આવી હતી. હવે કપૂર પરિવાર ફરી આ સ્ટુડિયોને શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.