Entertainment

રકુલનો બળાપો : 20 વર્ષની હતી ત્યારથી ટેક્સ ભરું છું

By GS Team
6 Oct 20261 min read
TukuTouch Logo
આવકવેરા વિભાગે મુંબઈમાં નિર્માતા વાસુ ભગનાની અને જેકી ભગનાનીના 12 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ મામલે પુત્રવધૂ રકુલ પ્રીતસિંહે સ્પષ્ટતા કરી કે, "હું કોઈ ગેરકાયદે ફોરેન રેમિટન્સમાં સંડોવાયેલી નથી. મારી પાસે દેશ કે વિદેશમાં કોઈ બેનામી સંપત્તિ નથી. મેં 20 વર્ષની ઉંમરથી નિયમિત ટેક્સ ભર્યો છે."

Summarized by AI; it may make mistakes. Check important info

રકુલનો બળાપો : 20 વર્ષની હતી ત્યારથી ટેક્સ ભરું છું
  • સસરાને ત્યાં આઈટીની રેડ બાદ સ્પષ્ટતા

મુંબઇ : આવકવેરા ખાતા દ્વારા સસરા વાસુ ભગનાની અને પતિ જેકી ભગનાની સામે ૧૨ સ્થળે સર્ચ કરવામાં આવી તે પછી ભગનાની ખાનદાનની પુત્રવધૂ રકુલ પ્રીતસિંહે ઇન્સ્ટા પર આ મામલે નિવેદન જારી કરી જણાવ્યું હતું કે હું અંગત રીતે કોઇ પ્રોડકશન હાઉસ વતી કોઇ ગેરકાયદે ફોરિન રેમિટન્સમાં સંડોવાયેલી નથી અને મારે નામે દેશમાં કે વિદેશમાં કોઇ બેનામી સંપત્તિ નથી. રકુલે ઉમેર્યું હતું કે હું લશ્કરી પરિવારમાંથી આવું છું અને ફિલ્મ ઉદ્યોગમાં મારે કોઇ ગોડફાધર નથી. હું જવાબદાર નાગરિક તરીકે ૨૦ વર્ષની વયથી મારા ટેક્સ ભરૂ છે.
રકુલે પોતાની સામે કરચોરીના આક્ષેપો કરતા અહેવાલો પાછા ખેંચી લેવા ચેતવણી આપતા કહ્યું હતું કે હકીકતોને ભોગે અને કોઇની પ્રતિષ્ઠા અને આજીવિકાના ભોગ આવા અહેવાલો પ્રગટ કરાય તે ખોટું છે. મને કોઇએ કદી સંપત્તિ ગિફ્ટ કરી નથી અને એક સૈદ્ધાંતિક બાબત તરીકે હું આવી મોંઘી ભેટ સ્વીકારતી નથી.
આવકવેરા ખાતાએ વિદેશથી ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવ્યું હોવાની શંકાએ નાણાંકીય લેવડદેવડના હિસાબો ચકાસવા સર્ચ હાથ ધરી હતી. પેનોરમા સ્ટુડિયો તથા પૂજા એન્ટરટેઇનમેન્ટ સાથે સંકળોયેલાં ભગનાની પરિવારના સભ્યોના સ્થળો પર પણ સર્ચ કરવામાં આવી હતી.