ચેક બાઉન્સ કેસમાં આત્મસમર્પણ કરતી વખતે રાજપાલ યાદવ ભાવુક, સોનુ સુદ અને તેજ પ્રતાપ આવ્યા મદદે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (image - ians) |
Bollywood Actor Rajpal Yadav: અભિનેતા રાજપાલ યાદવ રૂ.5 કરોડના ચેક બાઉન્સના 2010ના એક કેસમાં આત્મસમર્પણ કરવું પડ્યું છે. દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ રાજપાલ યાદવે 5 ફેબ્રુઆરી, 2026ના રોજ પોલીસ સમક્ષ હાજર થયા હતા, જે અંતર્ગત તેમને તિહાર જેલમાં મોકલી દેવાયા છે. કોર્ટ અત્યાર સુધી અનેકવાર તેમને બાકી રકમની વ્યવસ્થા કરવાનો સમય આપી ચૂકી છે, જેમાં તેઓ નિષ્ફળ જતા આ કાર્યવાહી કરાઈ છે.
રાજપાલ યાદવનું ભાવુક નિવેદન
આ કાયદાકીય લડાઈ વચ્ચે જેલમાં જતા પહેલા રાજપાલ યાદવનું એક અત્યંત ભાવુક નિવેદન સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, રાજપાલ યાદવે પોલીસ સમક્ષ લાચારી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'સર, શું કરું? મારી પાસે અત્યારે પૈસા નથી. હવે મને બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી. અહીં અમે બધા એકલા છીએ, અહીં કોઈ દોસ્ત નથી હોતું. મારે આ સમસ્યાઓનો સામનો જાતે જ કરવો પડશે.'
રાજપાલ યાદવને સાઈનિંગ અમાઉન્ટ આપવી એ દાન નહીં, પણ સન્માન છે: સોનુ સુદ
આ દરમિયાન સોનુ સુદે રાજપાલ યાદવને હિંમત આપવા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘રાજપાલ યાદવ પ્રતિભાશાળી અભિનેતા છે, જેમણે ફિલ્મોમાં વર્ષો સુધી અવિસ્મરણીય કામ આપ્યું છે. ક્યારેક સમય ક્રૂર હોય ત્યારે જીવન અન્યાયી બની શકે છે અને તેમાં પ્રતિભાનો દોષ નથી હોતો. તેઓ મારી આગામી ફિલ્મમાં હશે અને મને લાગે છે કે આ આપણે સૌ પ્રોડ્યુસર, ડિરેક્ટર અને સાથી કલાકારો માટે એકસાથે રહેવાની ક્ષણ છે. તેમને અપાતી એક નાનકડી સાઈનિંગ અમાઉન્ટ, જે ભવિષ્યના કામ સામે એડજસ્ટ કરી શકાય, તે કોઈ દાન નથી પણ તેમનું સન્માન (ગરિમા) છે...'
તેજ પ્રતાપ યાદવની મોટી જાહેરાત
આ ઉપરાંત જનશક્તિ જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજ પ્રતાપ યાદવે તાજેતરમાં એક મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, અમારો પક્ષ રાજપાલ યાદવના પરિવારને મદદનો હાથ લંબાવી રહ્યો છે અને પક્ષ તરફથી પરિવારને ₹11,00,000ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ મદદ દ્વારા પક્ષનો હેતુ મુશ્કેલ સમયમાં પરિવારને ટેકો આપી સામાજિક જવાબદારી નિભાવવાનો છે.
2010માં લીધેલી ₹5 કરોડની લોન બની મુસીબત
નોંધનીય છે કે આ કેસ વર્ષ 2010નો છે, જ્યારે રાજપાલે પોતાની ફિલ્મ 'અતા પતા લાપતા' માટે 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ લોન ચૂકવવા અપાયેલો ચેક બાઉન્સ થતા કેસ નોંધાયો હતો. વર્ષોથી ચાલી રહેલા આ વિવાદમાં ટ્રાયલ કોર્ટે તેમને 6 મહિનાની સજા ફટકારી હતી, જેને હાઈકોર્ટે યથાવત્ રાખી છે.









