Entertainment

VIDEO: કોણ છે હીરો? રજનીકાંત અને કમલ હાસન આવ્યા સાથે, ફિલ્મનો પ્રોમો જોઈને ફેન્સ ખુશખુશાલ

By GS Team
21 Feb 20262 mins read
TukuTouch Logo
તમિલ સિનેમાના બે મહાનાયક રજનીકાંત અને કમલ હાસન આશરે 47 વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા મળશે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. આ ફિલ્મનો ઓફિશિયલ એનાઉન્સમેન્ટ વીડિયો 21 ફેબ્રુઆરી, 2026ના રોજ રિલીઝ કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: કોણ છે હીરો? રજનીકાંત અને કમલ હાસન આવ્યા સાથે, ફિલ્મનો પ્રોમો જોઈને ફેન્સ ખુશખુશાલ

Kamal Haasan And Rajinikanth Reunion: તમિલ સિનેમાના બે મહાનાયક રજનીકાંત અને કમલ હાસન આશરે 47 વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા મળશે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. આ ફિલ્મનો ઓફિશિયલ એનાઉન્સમેન્ટ વીડિયો 21 ફેબ્રુઆરી, 2026ના રોજ રિલીઝ કરવામાં આવ્યો છે.

47 વર્ષ પછી આ જોડી ફરી સાથે જોવા મળશે

ઉલ્લેખનીય છે કે, આ જોડી છેલ્લે વર્ષ 1979માં આવેલી ફિલ્મ 'અલાઉદ્દીનમ અલભુથા વિલક્કુમ'માં સાથે જોવા મળી હતી. હવે લગભગ અડધી સદી બાદ આ બંને દિગ્ગજોને એક જ ફ્રેમમાં જોવા એ ભારતીય સિનેમાની ઐતિહાસિક ઘટના ગણાઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન 'જેલર' ફેમ નેલ્સન કરી રહ્યા છે અને સંગીત અનિરુદ્ધ રવિચંદર આપશે.

રેટ્રો લુક અને સ્ટાઇલિશ 'ટ્વિનિંગ'

રિલીઝ થયેલા એનાઉન્સમેન્ટ વીડિયોમાં રજનીકાંત અને કમલ હાસન વચ્ચેની મજેદાર નોકઝોંક અને કેમેસ્ટ્રીએ ચાહકોનું દિલ જીતી લીધું છે. વીડિયોની શરૂઆત હોટલના બે અલગ-અલગ રૂમથી થાય છે, જેમાંથી બંને સુપરસ્ટાર્સ બહાર નીકળે છે. વીડિયોમાં બંને સ્ટાર્સ રેટ્રો લુકમાં એક જેવા જ કપડાં પહેરેલા(ટ્વિનિંગ) જોવા મળે છે. ખાસ કરીને ગાડીવાળો સીન સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં કમલ હાસન મ્યુઝિક ડાયરેક્ટર અનિરુદ્ધને પૂછે છે કે, 'પહેલા એ જણાવ કે ફિલ્મમાં હીરો કોણ છે?' ત્યારે રજનીકાંત પણ મજાકિયા અંદાજમાં કહે છે, 'હા, પૂછે છે તો જણાવી દે ને ભાઈ કે હીરો કોણ છે?'


આ પણ વાંચો: મલાઇકા અરોરાએ નવા બોયફ્રેન્ડ સાથે વેલેન્ટાઈન ડે મનાવ્યો? સોશિયલ મીડિયામાં ફોટો થયો વાઈરલ

ફિલ્મનો પ્રોમો જોઈને ફેન્સ ખુશખુશાલ

આ પ્રોમો રિલીઝ થતા જ ઈન્ટરનેટ પર ધૂમ મચી ગઈ છે. સોશિયલ મીડિયા પર ચાહકો કહી રહ્યા છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 1000 કરોડનો આંકડો પાર કરશે અને તમિલ સિનેમાના તમામ રેકોર્ડ તોડી નાખશે. ફિલ્મની જાહેરાત પહેલા કમલ હાસને સોશિયલ મીડિયા પર રજનીકાંતને પોતાના મિત્ર ગણાવતા લખ્યું હતું કે, 'દરેક શાનદાર સફર એક નવો અધ્યાય ઈચ્છે છે.' હાલમાં નેલ્સન રજનીકાંત સાથે 'જેલર 2' પર પણ કામ કરી રહ્યા છે, પરંતુ આ બે લેજન્ડ્સને સાથે લાવતી ફિલ્મે અત્યારથી જ સિનેમા પ્રેમીઓમાં ભારે કુતૂહલ જગાવ્યું છે.