Entertainment

મલાઇકા અરોરાએ નવા બોયફ્રેન્ડ સાથે વેલેન્ટાઈન ડે મનાવ્યો? સોશિયલ મીડિયામાં ફોટો થયો વાઈરલ

By GS Team
21 Feb 20262 mins read
TukuTouch Logo
મલાઈકા અરોરા પર્સનલ લાઈફને લઈને ફરી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા યુઝર્સને લાગી રહ્યું છે કે અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થયા બાદ મલાઈકા હવે આગળ વધી ગઈ છે. તેવામાં મિસ્ટ્રી મેન સાથે મલાઈકાનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે. આ અંગે નેટિઝન્સ અનુમાન લગાવી રહ્યા છે કે, મલાઇકા અરોરાએ નવા બોયફ્રેન્ડ સાથે વેલેન્ટાઈન ડે મનાવ્યો કે શું?

Summarized by AI; it may make mistakes. Check important info

મલાઇકા અરોરાએ નવા બોયફ્રેન્ડ સાથે વેલેન્ટાઈન ડે મનાવ્યો? સોશિયલ મીડિયામાં ફોટો થયો વાઈરલ
Image: Reddit 

Malaika Arora Boyfriend Rumors Reddit Viral : મલાઈકા અરોરા પર્સનલ લાઈફને લઈને ફરી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા યુઝર્સને લાગી રહ્યું છે કે અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થયા બાદ મલાઈકા હવે આગળ વધી ગઈ છે. તેવામાં મિસ્ટ્રી મેન સાથે મલાઈકાનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે. આ અંગે નેટિઝન્સ અનુમાન લગાવી રહ્યા છે કે, મલાઇકા અરોરાએ નવા બોયફ્રેન્ડ સાથે વેલેન્ટાઈન ડે મનાવ્યો કે શું?

મલાઇકા અરોરાએ નવા બોયફ્રેન્ડ સાથે વેલેન્ટાઈન ડે મનાવ્યો? 

રેડિટ માધ્યમનો ઉપયોગ કરતાં એક વ્યક્તિએ મલાઈકાનો મિસ્ટ્રી મેન સાથેનો એક ફોટો શેર કરીને લખ્યું હતું કે, 'ટ્રેવી ફાઉન્ટેન પર મલાઈકાનું વેલેન્ટાઈન? 14 ફેબ્રુઆરીએ ટ્રેવી ફાઉન્ટેન પર મલાઈક અરોરા તેના બોયફ્રેન્ડ સાથે સ્પોટ થઈ...' 

આ ફોટોમાં પ્રખ્યાત ટ્રેવી ફાઉન્ટેન સામે મલાઈકા સાથે મિસ્ટ્રી મેન સેલ્ફી લેતો દેખાય છે. આ તસવીર મામલે કેટલાક યુઝર્સનું કહેવું છે કે, આ કોઈ એક પીઆર સ્ટન્ટ હોય શકે છે. 

ગયા વર્ષે પણ એક વીડિયો વાઈરલ થયો હતો

ગત વર્ષે મુંબઈમાં એક કોન્સર્ટમાં સામેલ થયા બાદ મલાઈકાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં તે એક વ્યક્તિ સાથે વાત કરતી જોવા મળી હતી. આ વીડિયો ક્લિપ બાદ મલાઈકાની રિલેશનશીપને લઈને અનેક અફવા ફેલાઈ હતી. જેમાં કેટલાક યુઝર્સે દાવો કર્યો હતો કે, મલાઈક સાથે દેખાયેલી વ્યક્તિ 33 વર્ષીય ડાયમંડ મર્ચન્ટ હર્ષ મહેતા છે. જો કે, આ દાવાની કોઈ પુષ્ટિ થઈ ન હતી.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચનના કારણે રાજપાલ યાદવને લોન આપનારા માધવ થયા હતા ગુસ્સે, વકીલે જણાવી કહાણી

આ વર્ષની શરૂઆતમાં નમ્રતા ઝકરિયા શૉમાં એક ચેટ દરમિયાન મલાઈકાએ મિસ્ટ્રી મેન પર પોતાનું મૌન તોડતા કહ્યું હતું કે, ‘જો તમે કોઈની સાથે જોવા મળો છે, તો તે ચર્ચાનો મોટો વિષય બની જાય છે. હું ખરેખર બિનજરૂરી રીતે વાતચીતને વેગ આપવા માંગતી નથી. મારો વિશ્વાસ કરો. હું બહાર જઉં છું ત્યારે કોઈ પણ જૂના મિત્ર, પરિણીત દોસ્ત, મેનેજર હોય કે કોઈ પણ, હું તરત તે વ્યક્તિ સાથે જોડાઈ જાવ છું. હસી મજાક પણ કરતી રહું છું.’