Entertainment
નિર્માતા અને એકટર જેકી ભગનાનીએ સુધરાઈને પીપીઇ કીટ્સની સહાય કરી
By GS Team
12 Jun 20201 min read
This article was originally published on 12 Jun 2020

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 11 જૂન 2020, ગુરુવાર
કોરોના વાયરસ રોગચાળામાં દેશભરના લોકો પોતપોતાની રીતે જરૂરિયાતોને આર્થિક સહાય કરી રહ્યા છે. જેમાં હવે જેકી ભગનાનીનું નામ પણ સામેલ છે.
જેકીએ બૃહદ મુંબઇ નગર પાલિકાને એ ૧૦૦૦ પર્સનલ પ્રોટેકટિવ ઇક્વિપમેન્ટ કીટનું ડોનેશન કર્યું છે. આ કીટ્સ મળ્યા પછી બીએમસીના અધિકારીએ સત્તાવાર ટ્વીટર ગેન્ડલ પર ટ્વીટ કરીને જેકી ભગનાનીનો આભાર માન્યો હતો. જેકી કોરોના વાયરસના પ્રકોપ સામે જાગરૂકતા ફેલાવામાં ઘણી સક્રિય ભૂમિકા ભજવી રહ્યો છે.
આ પહેલા ફરહાન અખ્તર, વિદ્યા બાલન, શાહરૂખ ખાન તેમજ અન્યોએ પીપીઇ કીટ્સની સહાય કરી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સામે લોકોને સુરક્ષિત રાખનારા મેડિકલ સ્ટાફ જેવાકે ડોકટરો, નર્સો તેમજ હોસ્પિટલોના અન્ય સ્ટાફ તેમજ બીએમસીના કર્મચારીઓ અને પોલીસોના સ્વાસ્થ્યના હિતોનું ધ્યાન લોકો રાખી રહ્યા છે.




