Entertainment

પ્રિયંકા, મહેશબાબુની ફિલ્મને વારાણસી ટાઈટલ અપાયું

By GS TEAM
10 Oct 20251 min read
પ્રિયંકા, મહેશબાબુની ફિલ્મને વારાણસી ટાઈટલ અપાયું

- પ્રિયંકા અને મહેશબાબુનાં ડાન્સ સોંગ્સ ઉમેરાશે

- અત્યાર સુધી એસએસએમબી 29 એવું કામચલાઉ ટાઈટલ  અપાયું હતું 

મુંબઇ : પ્રિયંકા ચોપરા અને મહેશબાબુની આગામી ફિલ્મને 'વારાણસી' ટાઈટલ અપાયાનું કહેવાય છે. અત્યાર સુધી આ ફિલ્મને 'એસએસએમબી ૨૯ ' એવું વર્કિંગ ટાઈટલ અપાયું હતું. એક તબક્કે  આ  ફિલ્મ માટે 'જેન૬૩' ટાઈટલ પણ વિચારાયું હતું. 

 એસ એસ રાજામૌલી દ્વારા બનાવાઈ રહેલી આ ફિલ્મમાં વારાણસીનું બેકગ્રાઉન્ડ હોવાથી આ ટાઈટલ અપાયું છે. શૂૂટિંગ માટે હૈદરાબાદમાં જ વારાણસી શહેરનો ભવ્ય સેટ રચવામાં આવ્યો છે. 

પ્રિયંકા  અને મહેશબાબુ પર બે ડાન્સ સોંગ પણ ફિલ્માવાશે. થોડા સમય પહેલાં મહેશબાબુ તથા પ્રિયંકા  ફિલ્મનાં શૂટિંગ માટે આફ્રિકા પહોંચ્યાં હતાં.