Entertainment

હોરર ફિલ્મ વિષકન્યામાં રાજકુમાર રાવ સાથે પ્રતિભા રંટાની જોડી

By GS Team
23 Sep 20261 min read
TukuTouch Logo
ધર્મા પ્રોડક્શન્સની ફેન્ટસી હોરર ફિલ્મમાં રાજકુમાર રાવ અને પ્રતિભા રંટા મુખ્ય ભૂમિકા ભજવશે. 'લાપતા લેડિઝ' ફેમ પ્રતિભા રંટા વિષકન્યા બનશે. 'સુખી'ના નિર્દેશક સોનલ જોશી આ ફિલ્મનું નિર્દેશન કરશે. મુંબઈમાં આ ફિલ્મનું શૂટિંગ 2026ના અંતમાં શરૂ થશે. રાજકુમાર રાવ અને પ્રતિભા રંટા બંને ધર્મા પ્રોડક્શન્સ સાથે અગાઉ પણ કામ કરી ચૂક્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોરર ફિલ્મ  વિષકન્યામાં રાજકુમાર રાવ સાથે પ્રતિભા રંટાની જોડી
  • આ ફિલ્મનું નિર્દેશન સુખી ફેમ સોનલ જોશી કરશે
  • લાપતા લેડિઝથી ફિલ્મજગતમાં પ્રવેશેલી પ્રતિભા રન્ટા વિષકન્યાનું મુખ્ય પાત્ર ભજવશે

મુંબઇ : ધર્મા પ્રોડક્શન્સની ફેન્ટસી હોરર ફિલ્મમાં રાજકુમાર રાવ અને પ્રતિભા રંટાની મુખ્ય ભૂમિકા ભજવવા માટે પસંદગી કરવામાં આવી છે.
લાપતા લેડિઝ ફિલ્મથી ફિલ્મ જગતમાં પ્રવેશેલી પ્રતિભા રંટા આ ફિલ્મમાં વિષકન્યાની મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું નિર્દેશન ૨૦૨૩માં 'સુખી' ફિલ્મનું નિર્દેશન કરી ફિલ્મ નિર્દેશિકા બનેલી સોનલ જોશી કરશે. સોનલ જોશીએ 'ધૂમ ૩' અને 'તમાશા' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬ના અંતમાં શરૂ કરી દેવાશે. રાજકુમાર રાવે ધર્મા પ્રોડક્શન્સની 'મિસ્ટર એન્ડ મિસિસ માહિ'માં ૨૦૨૪માં કામ કર્યું હતું. આ જ રીતે પ્રતિભા રંટાએ પણ ધર્મા પ્રોડક્શન્સની 'એક્યુઝડ'માં કામ કર્યું છે જે ફેબુ્રઆરી ૨૦૨૬માં ઓટીટી પર રજૂ થઇ હતી.